LIVE : મહારાષ્ટ્રઃ શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ 161 ધારાસભ્યોના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો
શિવસેનાના 56 ધારાસભ્ય અને એનસીપીના 54 ધારાસભ્યો સાથે શિવસેનાને 7 અપક્ષોનો ટેકો હોવાનો દાવો છે. આ ગણતરી સાથે પણ 117નો આંકડો થાય છે. હવે તેમને કોંગ્રેસના 44 ધારાસભ્યોનો ટેકો મળ્યો છે તો આ આંકડો કુલ 161 ધારાસભ્યનો થાય છે. આ રીતે. બહુમતિ માટે જરૂરી 145નો આંકડો સરળતાથી પુરો થઈ જશે.
મુંબઈઃ દિલ્હીમાં કોંગ્રેસની બેઠકમાં શિવસેનાને ટેકો આપવાના નિર્મય પછી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરેની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા માટે પહોંચ્યા હતા. અહીં શિવસેનાએ તેને કુલ 161 ધારાસભ્યનું સમર્થન હોવાનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો. આ સાથે જ રાજ્યમાં શિવસેનાએ સરકાર રચવા માટેનો દાવો પણ રાજ્યપાલ સમક્ષ કર્યો હતો. હવે એ જોવાનું છે કે, રાજ્યપાલ શિવસેનાના આ દાવાને ક્યારે મંજુર કરે છે અને શિવસેનાને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે.
આ અગાઉ, સોનિયા ગાંધીએ મહારાષ્ટ્ર કોંગ્રેસના તમામ નેતાઓ સાથે વાતચીત કરી છે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ શિવસેનાને ટેકો આપવા માટે તૈયારી દર્શાવી છે.
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સાંજે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે પણ ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ એ બહાર આવી નથી, પરંતુ ઉદ્ધવે રાજ્યમાં સરકારની રચના અંગે સોનિયા સાથે ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ વાતચીત પછી શિવસેના-એનસીપી સરકારને કોંગ્રેસ ટેકો આપવા તૈયાર થઈ હોય એવું માનવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?
ઉલ્લેખનીય છે કે, ભાજપ-શિવસેના ગઠબંધન તુટી જવાની સાથે જ સત્તા માટે નવો સાથીદાર શોધવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને 'માતોશ્રી'ની બહાર નિકળવું પડ્યું છે. રાજ્યમાં સરકારની રચના બનાવવા માટે ઉદ્ધવ આજે હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં એનસીપીના નેતા શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ એ તો નક્કી થયું નથી, પરંતુ સૂત્રો અુસાર ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવા માટે શરદ પવારને સાથે આવવા આમંત્રણ આપ્યું છે.
ઉલટી ગંગાઃ અત્યાર સુધી નેતાઓ 'માતોશ્રી' જતા હતા, હવે ઉદ્ધવ સત્તા માટે પવારને મળવા પહોંચ્યા
આ અગાઉ સવારે એનસીપીની બેઠક પછી પાર્ટીના નેતા નવાબ મલિકે સાંજે 4 કલાકે કોંગ્રેસની બેઠક પછી પોતાની પોઝીશન સ્પષ્ટ કરશે. તેમણે કહ્યું કે, એનસીપી અને કોંગ્રેસે ભેગા મળીને ચૂંટણી લડી હતી. આથી કોંગ્રેસનો અભિપ્રાય જાણ્યા પછી જ એનસીપી આગળના પગલા અંગે નિર્ણય લેશે. આ દરમિયાન ઉદ્ધવ સાથે મુલાકાત પછી શરદ પવાર અને અજિત પવાર ફરી એક વખત એનસીપીના નેતાઓ સાથે સાંજે 4 કલાકે મુલાકાત કરવાના છે.
શિવસેના નેતા સંજય રાઉતને છાતીમાં દુઃખાવો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસનું નેતૃત્વ સાંજે 4 કલાકે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સાથે મીટિંગ કરશે. સૂત્રો અનુસાર આ મિટિંગમાં શિવસેનાને અંદરથી કે બહારથી ટેકો આપવા અંગે નિર્ણય લેવાશે. જોકે, કોંગ્રેસના 44 ધારાસભ્યોમાંથી મોટાભાગના શિવસેનાના નેતૃત્વમાં બનનારી સરકારમાં જોડાવા ઈચ્છુક છે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube