મહારાષ્ટ્રમાં સામે આવ્યા 3390 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 120 લોકોના મૃત્યુ
રાજ્યના સ્વાસ્થ્ય બુલેટિન પ્રમાણે, રાજ્યમાં હવે એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 53,01 થઈ ગઈ છે. તો અત્યાર સુધી કુલ 3950 લોકોના મૃત્યુ થયા છે. તો મુંબઈમાં કુલ દર્દીઓની સંખ્યા 58,226 સુધી પહોંચી ગઈ છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Coronavirus in Maharashtra)નું સંક્રમણ હવે ડરવવા લાગ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખ 7 હજારને પાર પહોંચી ચુકી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 3390 કેસ સામે આવ્યા છે. તેનાથી પ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,07,958 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 120 કોરોના સંક્રમિતોનું નિધન થયું છે.
રાજ્યના સ્વાસ્થ્ય બુલેટિન પ્રમાણે, રાજ્યમાં હવે એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 53,01 થઈ ગઈ છે. તો અત્યાર સુધી કુલ 3950 લોકોના મૃત્યુ થયા છે. તો મુંબઈમાં કુલ દર્દીઓની સંખ્યા 58,226 સુધી પહોંચી ગઈ છે. આ સિવાય મુંબઈમાં અત્યાર સુધી કુલ 2182 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં આજે 1632 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે ગયા છે. જેથી ડિસ્ચાર્જ થવાની સંખ્યા 50,978 સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી હવે રિકવરી રેટ 47.2 ટકા ગણાવવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં મૃત્યુદર 3.65 ટકા છે.
રાજ્યમાં લીધા 6,57,739 લોકોના નમૂના
સ્વાસ્થ્ય વિભાગ પ્રાણે, અત્યાર સુધી રાજ્યભરમાં 6,57,739 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 1,07,958 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ રાજ્યમાં આશરે 5,87,596 લોકો હોમ ક્વોરેન્ટીનમાં છે.
દિલ્હીમાં કોરોનાનો કેરઃ શાહની મેરાથોન બેઠક, સંક્રમણના ખાતમા પર બની ખાસ રણનીતિ
ધારાવીમાં કોરોના સંક્રમણના 13 નવા મામલા, કુલ સંક્રમિતોની સંખ્યા 2043
મુંબઈની ઝુપળપટ્ટી ધારાવીમાં કોવિડના નવા 13 કેસ સામે આવ્યા છે. તેના કારણે રવિવારે અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 2043 થઈ ગઈ છે. આ જાણકારી બીએમસીએ આપી છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, ઝુપડપટ્ટી વિસ્તારમાં કોવિડ-19થી છેલ્લા બે દિવસથી કોઈ મૃત્યુ થયું નથી. અહીં પર કોરોના વાયરસથી મૃત્યુઆંક 77 છે. મહત્વનું છે કે 2.5 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ધારાવીમાં 6.5 લાખ લોકો રહે છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube