મુંબઈઃ કોરોના વાયરસના સંક્રમણે મહારાષ્ટ્રમાં કહેર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને  2,71,3, 875 થઈ ગઈ છે. તો પ્રદેશમાં કોરોનાના કારણે વધુ 108 લોકોના મૃત્યુ થયા છે. બીજીતરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આવનારા દિવસોમાં રાજ્યમાં લૉકડાઉન લગાવવાની તૈયારી કરવાનું કહ્યું છે, જેથી સંક્રમણને રોકી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર સરકાર તરફથી જારી હેલ્થ બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 40414 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 108 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 54181 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 17,874 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ  2,33,2453 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલના સમયમાં એક્ટિવ કેસની સંખ્યા  3,25,901 છે. 


આ પણ વાંચોઃ 'હોલિકા દહન' પર કિસાનોએ કૃષિ કાયદાની કોપી સળગાવી, ટિકૈત બોલ્યા- યથાવત રહેશે આંદોલન  


મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉનની તૈયારી
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Corona Virus) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંબંધિત અધિકારીઓ સાથે કોરોના સંક્રમણની સ્થિતિને લઈને એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા નથી તો લૉકડાઉનનો રોડમેપ તૈયાર કરવામાં આવે. રાજ્યમાં એકવાર ફરી લૉકડાઉન લગાવવા તરફ ઇશારો કરતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, તમામ નિયમોનું કડક પાલન થાય, જો લોકો ન માને તો લૉકડાઉન માટે રોડમેપ તૈયાર કરો. 


ઠાકરેએ બેઠકમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, વધતા કેસને કારણે સ્વાસ્થ્ય સુવિધાઓ ઓછી પડવા લાગી છે. બેઠકમાં સરકારે નિર્ણય કર્યો કે હવે મંત્રાલયો સહિત તમામ સરકારી ઓફિસમાં મુલાકાતી પર આગામી આદેશ સુધી પ્રતિબંધ રહેશે.


આ પણ વાંચોઃ સચિન વાઝેને મીઠી નદી લઈને પહોંચી NIA ટીમ, નંબરપ્લેટ, DVR સહિત મળ્યા મહત્વના પૂરાવા


હાલમાં વેન્ટિલેટર અને આઇસોલેશન બેડની સ્થિતિ શું છે
જાણકારી પ્રમાણે 3 લાખ 57 હજાર આઇસોલેશન બેડમાંથી 1 લાખ 7 હજાર બેડ ભરેલા છે અને બાકી બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યાં છે. 60 હજાર 349 ઓક્સિઝન બેડમાંથી 19 હજાર 930 બેડ ભરાઈ ગયા છે. 


9 હજાર 30 વેન્ટિલેટરમાંથી 1887 પર દર્દીઓને રાખવામાં આવ્યા છે. કેટલાક જિલ્લામાં બેડ ઉપલબ્ધનથી અને સંક્રમણ વધરાને કારણે સુવિધા ઓછી પડી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube