મુંબઈઃ કોરોના વાયરસનો પ્રકોપ મહારાષ્ટ્રમાં કેર વરસાવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ નવા 1500 કેસ સામે આવ્યા છે. આ સાથે માત્ર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 26 હજાર સુધી પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈની સ્થિતિ પણ સારી નથી. અહીં 24 કલાકમાં કોરોનાની ઝપેટમાં આવીને 40 લોકોના મૃત્યુ થયા છે. આ એક દિવસમાં મુંબઈમાં કોરોનાથી મૃત્યુ પામનારનો સૌથી મોટો આંકડો છે. 


24 કલાકમાં 54 મૃત્યુ
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 1495 મામલા સામે આવ્યા છે. આ પાછલા દિવસોમાં એક દિવસમાં સૌથી મોટો વધારો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 54 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં જે 54 લોકોના મૃત્યુ થયા છે, તેમાંથી મુંબઈમાં 40, પુણેમાં 6, જલગાંવમાં 2, સોલાપુરમાં 2, ઔરંગાબાદમાં 2, એક વસઈ વિહારમાં અને એક રત્નાગિરીમાં છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના સંક્રમણથી કુલ 975 લોકોના મૃત્યુ થયા છે. 


દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, 700 જમાતીયોના જપ્ત કર્યા પાસપોર્ટ


26 હજારને પાર પહોંચ્યો સંક્રમિતોનો આંકડો
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો આંકડો 25 હજારને પાર કરી ગયો છે અને હવે તે 26 હજારની નજીક છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 25922 કેસ છે. 


મુંબઈમાં 40 લોકોના મૃત્યુ
દેશની આર્થિક રાજધાની મુંબઈ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં પર છેલ્લા 24 કલાકમાં 40 લોકોના મોત થયા છે. ચિંતાજનક વાત તે છે કે આ આંકડો એક દિવસમાં મૃત્યુ પામનારની સૌથી મોટી સંખ્યા છે. 


ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની કેન્ટીનમાં માત્ર સ્વદેશી વસ્તુનું વેચાણ


મુંબઈ પોલીસના એએસઆઈનું મૃત્યુ
આ વચ્ચે કોરોના સામે જંગમાં મુંબઈ પોલીસના વધુ એક અધિકારીએ જીવ ગુમાવ્યો છે. મુંબઈ પોલીસે કહ્યુ કે, સેવારી પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈનું હોસ્પિટલમાં નિધન થયું છે. મહારાષ્ટ્રના ડીજીપી અને મુંબઈ પોલીસની ટીમે આ પોલીસકર્મીને શ્રદ્ધાંજલિ આપી છે અને કહ્યું કે, તેમની સેવા અને સમર્પણ ભાવ મહારાષ્ટ્ર પોલીસ અને જનતા હંમેશા યાદ રાખશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર