મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 36 મૃત્યુ, 790 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી 790 નવા કેસો સામે આવ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી કુલ 521 લોકોના મૃત્યુ થયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના 790 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણનો સામનો કરી રહેલા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા મામલાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી 521 લોકોના મૃત્યુ રાજ્યમાં થઈ ચુક્યા છે.
મહારાષ્ટ્રમાં કન્ટેનમેન્ટ, હોટસ્પોટ ઝોન અને લૉકડાઉનની કડકથી અમલવારી થયા બાદ પણ સતત નવા કેસ સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 12296 થઈ ગયા છે. માત્ર રાજધાની મુંબઈમાં 8351 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં પણ મુંબઈ સૌથી વધુ કોરોના પ્રભાવિત વિસ્તાર છે. મુંબઈમાં કોરોના વાયરસથી થનારા મોતનો આંકડો 322 સુધી પહોંચી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કુલ 539 નવા કેસ સામે આવ્યા છે. આવું ત્યારે છે જ્યારે મુંબઈમાં લૉકડાઉનનું પાલન કડક રીતે કરાવવામાં આવી રહ્યું છે.
કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીરોની સલામી, હોસ્પિટલો પર થશે પુષ્પવર્ષા
બે હજાર લોકો સારવાર બાદ સ્વસ્થ
રાજ્યમાં બે હજાર લોકોને સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સ્વસ્થ થયેલા લોકો પણ આઇસોલેટમાં રહી રહ્યાં છે. મુંબઈમાં પ્લાઝમા થેરેપીથી સારવાર શરૂ થઈ ગઈ છે. પ્લાઝ્મા થેરેપીથી સારવાર માટે સંક્રમણથી સ્વસ્થ થઈ ચુકેલા લોકો પ્લાઝમા ડોનેટ કરે છે. કોવિડ હોસ્પિટલ લોકોને રક્તદાનની પણ અપીલ કરી રહી છે.
ધારાવીમાં અત્યાર સુધી 18 મોત
મહારાષ્ટ્રના સ્લમ એરિયા ધારાવીમાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે. ધારાવીમાં માત્ર 2 દિવસની અંદર 127 નવા કેસ સામે આવ્યા છે. ધારાવીમાં અત્યાર સુધી 496 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. 89 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. અત્યાર સુધી 18 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે.
કોરોનાથી દેશમાં 1223 લોકોના મૃત્યુ
દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. આઈસીએમઆરના આંકડા પ્રમાણે વાયરસના દેશમાં કુલ એક્ટિવ મામલાની સંખ્યા 26535 થઈ ગઈ છે. કોવિડ-19ના સંક્રમણથી દેશમાં અત્યાર સુદી 10017 લોકો સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે.
દેશમાં કોરોનાનો કેરઃ એક દિવસમાં સૌથી વધુ 2564 નવા કેસ, 99 લોકોના મૃત્યુ
તો 1223 લોકોના મૃત્યુ પણ થયા છે. કોરોના વાયરસના સંક્રમણમાં આવી ચુકેલા કુલ લોકોની સંખ્યા 37,776 સુધી પહોંચી ગઈ છે. સંક્રમિત લોકોમાં 11 વિદેશી પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર