મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના (Corona update maharashtra) નો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા નવા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ  43,183 લોકો વાયરસથી સંક્રમિત થયા છે. આ અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે. આ પહેલા 28 માર્ચે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40,414 નવા કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે કોરોનાથી 249 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 28 લાખ 56 હજાર 163 લોકો સંક્રમિત થયા છે અને તેમાંથી 24 લાખ 33 હજાર 368 લોકો સાજા થયા છે. 54,898 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આ સમયે 3,66,533 લોકોની સારવાર ચાલી રહી છે.


આ પણ વાંચોઃ Election 2021: મતદાતામાં જોવા મળ્યો ઉત્સાહ, પશ્ચિમ બંગાળમાં 80.43% અને અસમમાં 73.03% મતદાન  


મુંબઈમાં રેકોર્ડ કેસ
માત્ર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8646 લોકો સંક્રમિત થયા છે. પ્રથમવાર છે જ્યારે મુંબઈમાં એક દિવસમાં 8600થી વધુ લોકોએક દિવસમાં સંક્રમિત થયા છે. 


મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચમાં કોરોનાના 6,51,513 કેસ આવ્યા છે, જે છેલ્પા પાંચ મહિનામાં આવેલા કુલ કેસના 88.23 ટકા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તેનું મુખ્ય કારણ છે કે લોકો કોરોના સંબંધિત નિયમોનું પાલન કરી રહ્યાં નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube