મુંબઇ : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં પોતાના ઇચ્છીત વિભાગ નહી મળવાનાં રિપોર્ટોથી કોંગ્રેસ અને શિવસેનાનાં અનેક મંત્રી નારાજ હોવાનું સામે આવ્યું છે. જો કે રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજીત પવારે એવા સમાચારોને નકારી દીધા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)  નેતાએ કહ્યું કે, કોઇ પણ તેનાથી નાખુશ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રીમંડલ  વિસ્તારનાં બે દિવસ પછી પણ વિભાગોની વહેંચણી થઇ શકી નથી. બુધવારે ગઠબંધનના સહયોગી સિવસેના, એનસીપી અને કોંગ્રેસનાં નેતાઓનાં વિભાગોની ફાળવણી મુદ્દે વાતચીત કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ અઘાડીનાં નેતાઓની સાથે બેઠક બાદ ડેપ્યુટી સીએમ પવારને જણાવ્યું કે કયા મંત્રીને કઇ જવાબદારી સોંપવામાં આવવી જોઇએ. આ અંગે અમે ચર્ચા કરી લીધી છે. ગુરૂવારે પોર્ટફોલિયો ઓર્ડર ઇશ્યુ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવાગઢ: સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, PSI સહિત 4ની ધરપકડ 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત
બીજી તરફ કોંગ્રેસ અને શિવસેનાએ પોર્ટપોલિયોની વહેંચણીથી નાખુશ હોવાનાં અહેવાલોને ડેપ્યુટી સીએમએ કહ્યું કે, કોઇ પણ તેનાથી દુખી નથી. બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રીમંડળ વિસ્તાર બાદ ધારાસભ્યોમાં અસંતોષ અંગે દિવસેને દિવસે વધી રહ્યો છે. પુણેના ધારાસભ્ય સંગ્રામ થોપટેના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ પણ કરી હતી. કારણ કે તેમને મંત્રીપદ નથી ફાળવવામાં આવ્યું. થોપટે જ નહી પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની પુત્રી પ્રણીતિ શિંદેને પણ મંત્રીમંડળથી બહાર રાખવામાં આવ્યા. થોપટેના સમર્થકોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે, જ્યારે કેટલાકે પાર્ટી પ્રત્યે વિદ્રોહી વલણ દેખાડ્યું છે. 
35 ધારાસભ્યો મંત્રી બન્યા.


અમદાવાદ: 31ની રાત્રે સામાન્ય બાબતે બોલાચાલી થતા મિત્રએ મિત્રની હત્યા કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પોતાનાં મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. ઉદ્ધવનાં પુત્ર આદિત્ય ઠાકરે સહિત 35 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ લીધી, જેમાં કેબિનેટનાં 25 અને રાજ્યમંત્રીનાં 10 પદોનો સમાવેશ થાય છે. એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે રેકોર્ડ બનાવતા ચોથી વખત ઉપમુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube