પાવાગઢ: સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, PSI સહિત 4ની ધરપકડ 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ : ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાંબુઘોટા પોલીસ સ્ટેશનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. PSI ગઢવી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પીએસઆઇ એસઆઇ ગઢવી ઉપરાંત હિતેશ બારૈયા, ચિરાગ બારૈયા અને નરેશ નાયકની ધરપકડ કરવામાં આવી હતી. પીએસઆઇની બુટલેગર સાથે સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ: 31ની રાત્રે સામાન્ય બાબતે બોલાચાલી થતા મિત્રએ મિત્રની હત્યા કરી
જાંબુઘોડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ ગઢવી ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સપેક્ટરની સંડોવણી બુટલેગર સાથે હોવાનું સામે આવ્યું હતું. PSIએ બુટલેગરોને દારૂનો ધંધો બંધ કરવા જાણ કરી હતી. 31મી ડિસેમ્બરને લઈને અપાઈ હતી કોમ્બિંગ નાઈટની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જો કે પોલીસ સબ ઇન્સપેક્ટર દ્વારા યોગ્ય રીતે કાર્યવાહી નહી કરી હોવાનું સામે આવ્યું હતું. 494 દારૂની બોટલ સહિત 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે