મુંબઈઃ Maharashtra Exit Polls Results 2024 Live: મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી 2024 માટે એક તબક્કામાં મતદાન સંપન્ન થયું છે. વિધાનસભાની 288 સીટો પર મતદાન થયું છે. આ ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે ટક્કર હતી. રાજ્યમાં મતદાન બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. તમે પણ જુઓ એક્ઝિટ પોલમાં કઈ પાર્ટીની સરકાર બની રહી છે. એક્ઝિટના આંકડા એ ફાઈનલ પરિણામ નથી. સત્તાવાર પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Peoples's Pulse નો એક્ઝિટ પોલ
Peoples's Pulse નો એક્ઝિટ પોલ સામે આવી ગયો છે. આ એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન મહાયુતિને 182 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ-એનસીપી-શિવસેના (યુબીટી) ગઠબંધનને 97 સીટો મળી શકે છે. આ સિવાય અન્યના ખાતામાં 9 સીટ આવી શકે છે.


Matrize નો એક્ઝિટ પોલ
Matrize ના એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં મહાયુતિ સરકારની વાપસી થઈ શકે છે. મહાયુતિ ગઠબંધનને 150-170 સીટો મળી શકે છે. જ્યારે મહા વિકાસ અઘાડીને 110-130 સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 8-10 સીટો જઈ શકે છે. 


P-Marq એક્ઝિટ પોલના આંકડા
P-Marq ના આંકડા પ્રમાણે મહાયુતિને 137-157 સીટો મળી શકે છે. જ્યારે મહા વિકાસ અઘાડીને 126-146 સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 2-8 સીટો મળી શકે છે.


News 24-Chanakya
ન્યૂઝ 24-ચાણક્યના એક્ઝિટ પોલમાં પણ મહાયુતિની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મહાયુતિ એટલે કે ભાજપ ગઠબંધનને 152-160 સીટો મળી શકે છે. તો કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધનને 130-138 સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 6થી 8 સીટો આવી શકે છે.


Lokshahi Marathi
લોકશાહી મરાઠીના આંકડામાં ભારતીય જનતા પાર્ટી અને એમવીએ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને 128-142 સીટો મળી રહી છે. જ્યારે મહા વિકાસ અઘાડીને 125-140 સીટો મળી શકે છે. તો અન્યના ખાતામાં 18થી 23 સીટો આવી શકે છે.


ટાઈમ્સ નાઉ-જેવીસી
ટાઈમ્સ નાઉ-જેવીસીના એક્ઝિટ પોલમાં મહાયુતિને બહુમતી મળી શકે છે. મહાયુતીને 150-167 સીટો મળી શકે છે. જ્યારે મહા વિકાસ અઘાડીને 107-125 સીટો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 13-14 સીટો આવી શકે છે.