મુંબઈ: સીબીઆઈ (CBI) એ હવે મહારાષ્ટ્ર (Maharashtra) માં કોઈ પણ કેસની તપાસ પહેલા રાજ્ય સરકાર પાસે મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકારે તપાસ માટે સીબીઆઈને આપેલી સામાન્ય સહમતિ પાછી લઈ લીધી છે. જેના કારણે હવે મહારાષ્ટ્રમાં દરેક કેસની તપાસ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ રાજ્ય પાસેથી મંજૂરી લેવી પડશે. ઉદ્ધવ ઠાકરે સરકારના આ પગલાંથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણ વધવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ગરીબોની કસ્તૂરી' ડુંગળીના સતત વધતા ભાવ કાબૂમાં કરવા માટે સરકારે ઉઠાવ્યું મોટું પગલું 


બુધવારે બહાર પાડ્યો આદેશ
મહારાષ્ટ્ર સરકારે દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાનના સભ્યોને એક કાયદા હેઠળ રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગની સહમતિને પાછી ખેંચવા સંબંધિત આદેશ બુધવારે બહાર પાડ્યો. ત્યારબાદ સીબીઆઈને હવે રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગ માટે સામાન્ય સહમતિ નહીં રહે. જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા 22 ફેબ્રુઆરી 1989ના રોજ બહાર પાડવામાં આવેલા એક આદેશ હેઠળ અપાઈ હતી. આથી હવે કોઈ પણ કેસની તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. 


પત્નીથી પીડિત પતિઓ માટે આશ્રમ, જ્યાં કાગડાની થાય છે પૂજા...જાણો કેમ


સૌથી પહેલી ક્યાં અસર પડશે?
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની સીધી અસર સૌથી પહેલા સીબીઆઈ દ્વારા ટીઆરપી કૌભાંડમાં નોંધાયેલી FIR પર પડી શકે છે. ટીઆરપી કૌભાંડને લઈને લખનઉમાં નોંધાયેલી ફરિયાદની તપાસ હવે સીબીઆઈ કરશે. પરંતુ સીબીઆઈએ જો મહારાષ્ટ્રમાં કોઈ પણ રેડ કે કાર્યવાહી કરવાની હશે તો હવે તેણે રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી રહેશે. મળતી માહિતી મુજબ આ કેસમાં પહેલા લખનઉમાં એક જાહેરાત કંપનીના પ્રમોટરની ફરિયાદ પર કેસ દાખલ થયો હતો. જે યુપી સરકારે સીબીઆઈને સોંપી દીધો. નોંધનીય છે કે TRP કાંડનો ખુલાસો મુંબઈ પોલીસે કર્યો હતો અને તેની તપાસ માટે અનેક લોકોને સમન્સ પાઠવવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube