મહારાષ્ટ્ર સરકારે કરી લૉકડાઉન-4ની જાહેરાત, 31 મે સુધી યથાવત રહેશે પ્રતિબંધો
મહારાષ્ટ્ર કોરોના વાયરસથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં દરરોજ કોરોનાના લગભગ 1500 મામલા સામે આવી રહ્યાં છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન-4ની જાહેરાત કરી દીધી છે. આજે લૉકડાઉન 3ની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. કેન્દ્ર સરકાર આજે લૉકડાઉન-4ના નિયમો અને દિશા-નિર્દેશોની જાહેરાત કરે તે પહેલા જમહારાષ્ટ્ર સરકારે લૉકડાઉનને 31 મે સુધી વધારી દીધું છે. મહારાષ્ટ્રના રાહત અને પુનર્વાસ વિભાગે આ સંબંધમાં પત્ર જારી કર્યો છે.
મહારાષ્ટ્ર લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત
મહત્વનું છે કે મહારાષ્ટ્ર કોરોના વાયરસથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં દરરોજ કોરોનાના લગભગ 1500 મામલા સામે આવી રહ્યાં છે.
કડકાઇથી લાગૂ થશે લૉકડાઉનના નિયમો
મહારાષ્ટ્ર સરકાર તરફથી જારી પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોવિડ-19ના સંક્રમણની સ્થિતિને જોતા લૉકડાઉન વધારવુ જરૂરી છે. તેથી રાજ્ય સરકારે 31 મેની અડધી રાત સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય કરે છે. રાજ્ય સરકાર પ્રમાણે મહારાષ્ટ્ર સરકારના તમામ વિભઆગ લૉકડાઉનને પ્રભાવી અને આક્રમકતાથી લાગૂ કરવા માટે તમામ દિશા-નિર્દેશોનું પાલન કરશે.
રસ્તા પર મજૂરઃ સોનિયા અને રાહુલ ગાંધી પર નાણામંત્રીએ કર્યો હુમલો- રાજનીતિ નહીં જવાબદારી સમજો
રાજ્ય સરકારે કહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પહેલાથી જારી કરવામાં આવેલા તમામ નિયમો આગામી આદેશ સુધી યથાવત રહેશે અને પ્રતિબંધોમાં ઢીલ કે લૉકડાઉન હટાવવાની જાણકારી યોગ્ય સમયે આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર