મુંબઇ: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. એવામાં ગભરાયેલી મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે વિમાન (Flight) અને ટ્રેન (Train) સેવા બંધ કરવા પર વિચાર કરી રહી છે. મહારાષ્ટ્ર સરકાર આ વિષયમાં જ ટૂંક સમયમાં મોટો નિર્ણય કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આર્મીમાં નોકરીને લઈને આવ્યા મોટા બદલાવ, સરળતાથી મળશે એન્ટ્રી


દિલ્હીમાં કોરોનાના વધતા કેસ બાદ છેલ્લા બે દિવસથી મુંબઇમાં પણ રોજના મળતા કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જેનાથી ચિંતિત રાજ્ય સરકાર સંક્રમણની ચેન તોડવા માટે પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ગુરૂવારના મુંબઇમાં થયેલી મિટિંગમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તમામ એજન્સિઓ સાથે વાત કરી તેના પર નિર્ણય લીધા બાદ આદેશ જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો:- Corona Vaccine: Covaxin ની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ, હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રીએ મૂકાવી રસી


આ ઉપરાંત બીએમસીએ મુંબઇમાં તમામ સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પહેલા 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12 સુધીના વર્ગો શરૂ થવાના હતા. પરંતુ કોવિડની બીજી લહેર શરૂ થવાની આશંકા અને સાવધાનીને લઇ તેને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ સંબંધમાં બીએમસી ટૂંક સમયમાં નવો આદેશ જાહેર કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube