નવી દિલ્હી:  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના ભલે એનસીપી અને કોંગ્રેસના ભરોસે આગળ વધવાની વાત કરી રહી છે પરંતુ શરદ  પવારે આ અંગે હજુ પણ સ્પષ્ટ રીતે કઈ પણ કહેવાની ના પાડી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે આજે મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે અમારી રાજ્યમાં સરકાર બનાવવા અંગે કોઈ પણ ચર્ચા થઈ નથી. એટલું જ નહીં તેમણે શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવાને લઈને પણ ના પાડી દીધી. તેમણે શિવસેનાને સરકાર બનાવવાને લઈને કોઈ ભરોસો જતાવવા ઉપર કઈ જ કહેવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે મેં સોનિયા ગાંધીને રાજ્યના હાલાતથી માહિતગાર કર્યાં. પરંતુ સરકાર બનાવવાને લઈને કોઈ વાતચીત થઈ નથી. તેમનું આ નિવેદન શિવસેના માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે શિવસેના સતત એમ નિવેદનો આપે છે કે બહુ જલદી તેના નેતૃત્વમાં સરકાર બની શકે છે. 


PM મોદીએ રાજ્યસભામાં NCPના કર્યા વખાણ, મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણના સંકેત? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત શરદ પવારે એમ કહીને પણ સરકાર બનાવવાની કવાયતનું સસ્પેન્સ વધાર્યું કે અમે આ મુદ્દે અન્ય સહયોગી પક્ષો સાથે પણ વાત કરીશું. પવારે કહ્યું કે એવા અહેવાલો હતાં કે કોંગ્રેસ અને એનસીપી જ મળીને વાત કરે છે. આવામાં અમે સ્વાભિમાન પક્ષના રાજૂ શેટ્ટી, સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષોને પણ વિશ્વાસમાં લઈશું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીને પ્રદેશનું બ્રિફિંગ આપવાનું કામ કર્યું. આ ઉપરાંત કોઈ અન્ય મુદ્દા પર વાત થઈ નથી. જો કે અમે પરિસ્થિતિઓનું ધ્યાન રાખીશું અને બંને પક્ષોના કેટલાક વરિષ્ઠ નેતાઓના મત લેવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આગળ વધીશું.


મહારાષ્ટ્ર: શરદ પવારના આ એક નિવેદને શિવસેનાના ધબકારા વધારી દીધા, NCP લેશે યુ-ટર્ન?


પીએમ મોદીના વખાણ પર બોલ્યા, કોઈ સંકેત નથી
પીએમ મોદી તરફથી સંસદમાં એનસીપીના વખાણ કરાયા તે મુદ્દે પવારે કોઈ પણ સમીકરણ રચાતા હોવાની શક્યતાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ફક્ત રાજ્યસભાના ઈતિહાસની વાત કરી અને તેમના કામકાજને લઈને ચર્ચા હતી. તેમણે કહ્યું કે અમે ક્યારેય સંસદમાં ચર્ચા દરમિયાન વેલમાં જતા નથી, ફક્ત તેને લઈને તેમણે વખાણ કર્યા હતાં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube