મહારાષ્ટ્ર: શરદ પવારના આ એક નિવેદને શિવસેનાના ધબકારા વધારી દીધા, NCP લેશે યુ-ટર્ન?

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપી બધાને ચોંકાવી દીધા.

મહારાષ્ટ્ર: શરદ પવારના આ એક નિવેદને શિવસેનાના ધબકારા વધારી દીધા, NCP લેશે યુ-ટર્ન?

નવી દિલ્હી: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપી બધાને ચોંકાવી દીધા. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે. સંસદમાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે "ભાજપ-શિવસેના સાથે ચૂંટણી લડ્યાં, અમે અને કોંગ્રેસ સાથે મળીને લડ્યાં. તેમણે પોતાનો રસ્તો પસંદ કરવાનો છે અને અમે અમારી રાજનીતિ કરીશું."

તેમણે જો કે કહ્યું કે તેઓ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. જો કે તેમણે આ મુલાકાતનો સમય જણાવ્યો ન હતો. સરકાર બનાવવાને લઈને પૂછાયેલા સવાલને તેઓ સતત ટાળતા જોવા મળ્યાં અને સોનિયા ગાંધી સાથે થનારી મુલાકાતને પણ તેમણએ માત્ર શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી. સ્પષ્ટ છે કે કોંગ્રેસ અધ્યક્ષ સાથે ચર્ચા કર્યા વગર એનસીપી સુપ્રીમો પોતાના કોઈ પત્તા ખોલવા માંગતા નથી. 

જો કે કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં ગઠબંધનના બંને પક્ષો વચ્ચે મહારાષ્ટ્રમાં આગામી રણનીતિ અને વિચારધારાના સ્તર પર વિપરિત વિચારધારાવાળી શિવસેના સાથે સંભવિત ગઠબંધન પર ચર્ચા થશે. મહારાષ્ટ્રમાં ગત મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું. 

જુઓ LIVE TV

પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે શિવસેના સાથે સરકાર બનાવવાના શું ચાન્સ છે તો તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેનાને પૂછો, બંને સાથે ચૂંટણી લડ્યા હતાં. એનસીપી ચીફે કહ્યું કે શિવસેના અને ભાજપ બંને સાથે હતાં. અમે તેમનાથી અલગ ચૂંટણી લડ્યા હતાં. એનસીપી અને કોંગ્રેસે ભેગા મળીને ચૂંટણી લડી હતી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે ચર્ચા એવી છે કે એનસીપી શિવસેના સાથે મળીને સરકાર બનાવી રહી છે તો તેમણે તેના જવાબમાં ફક્ત 'સારું' કહીને ટાળી દીધી. 

સંસદમાં વિપક્ષમાં બેસશે શિવસેના
આ બાજુ શિવસેનાએ પણ હવે ભાજપ સામે મોરચો ખોલ્યો છે. આજથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થયું. પાર્ટીએ આ સત્રમાં વિપક્ષમાં બેસવાની જાહેરાત કરી છે. શિવસેનાના લોકસભામાં 18 અને રાજ્યસભામાં 3 સાંસદો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે તે વિપક્ષની લાઈનમાં 198 નંબરની સીટ પર બેસશે. શિવસેનાના બે અન્ય રાજ્યસભા સાંસદોની ખુરશી પણ સંજય રાઉતની આસપાસ રહેશે. જ્યારે લોકસભામાં શિવસેનાના 18 સાંસદોની બેઠક વ્યવસ્થા પણ વિપક્ષની હરોળમાં કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news