મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરની ફરિયાદ પર સરકારના નિર્ણય વિશે જાણકારી માંગી છે. રાજ્યપાલના પ્રમુખ સચિવ સંતોષ કુમારે જણાવ્યુ કે રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી 22-24 જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી પ્રસ્તાવો (જીઆર) અને પરિપત્રોની તમામ જાણકારી આપવાનું કહ્યું છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરકારે અલ્પમતમાં હોવા છતાં અંધાધુંધ નિર્ણય લીધા અને કરોડો રૂપિયા જારી કરવાનો આદેશ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાવિકાસ અઘાડીની સરકારમાં સહયોગી દળ નેશ્નલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ દ્વારા નિયંત્રિત વિભાગોથી 22-24 જૂન સુધી વિભિન્ન વિકાસ સંબંધી કાર્યો માટે કરોડો રૂપિયાની ધનરાશિ જારી કરવાનો સરકારી આદેશ કર્યા બાદ રાજ્યપાલ ઓફિસે જાણકારી આપવા સંબંધિત નિર્દેશ આપ્યો છે. 


રાજ્યપાલે પત્રમાં કહી આ વાત
રાજ્યપાલ ઓફિસ દ્વારા જારી પત્ર અનુસાર, રાજ્યપાલે 22-24 જૂન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જારી જીઆર, પરિપત્રો વિશે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. 


પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્યમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરે રાજ્યપાલને પત્ર લખી નિર્ણયોની તપાસ કરાવવાની માંગ કરી હતી. વિપક્ષનો આરોપ છે કે અલ્પમતમાં ચાલી રહેલી સરકાર, આ પ્રકારે કેમ નિર્ણય લઈ શકે છે. પ્રવીણ દરેકરે આરોપ લગાવ્યો કે સરકાર ઉતાવળમાં નિર્ણય કરી રહી છે. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઠાકરેનો માર્ગ થયો મુશ્કેલ? ભાજપ કરી શકે છે સરકાર બનાવવાનો દાવો, સમજો ગણિત


મહારાષ્ટ્રમાં એક સપ્તાહ કરતા વધુ સમયથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે અને વિપક્ષનો આરોપ છે કે રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર અલ્પમતમાં છે. શિવસેનાના 36થી વધુ ધારાસભ્યોએ શિંદેની આગેવાનીમાં બળવો કરી દીધો છે અને તેમણે ગુવાહાટીમાં પોતાનો કેમ્પ બનાવ્યો છે. તો શિવસેનાનો દાવો છે કે અનેક બળવાખોર ધારાસભ્યો તેના સંપર્કમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube