મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ રોજ 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જેને જોતા મહારાષ્ટ્ર સરકારે એકવાર ફરીથી લોકડાઉન આગળ વધાર્યું છે. હવે 1 જૂનની સવારે 7 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ રહેશે. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ પર અપાયેલી છૂટ પહેલાની જેમ મળતી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં એન્ટ્રી માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ જરૂરી
કોરોના વાયરસના વધતા કેસ જોતા મહારાષ્ટ્ર સરકારે બીજા રાજ્યોમાંથી આવતા લોકો માટે નેગેરિવ રિપોર્ટ જરૂરી કરી નાખ્યો છે. અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકોનો નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે અને તે 48 કલાકથી વધુ જૂનો હોવો જોઈએ નહીં. 


Breaking: હવે જલદી આવશે બાળકો માટેની કોરોના રસી, DCGI એ કોવેક્સીનની બાળકો પર ટ્રાયલને આપી મંજૂરી


મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 5.46 લાખ એક્ટિવ કેસ
મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 46781 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 816 લોકોના મોત થયા છે. હાલ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 546129 એક્ટિવ કેસ છે. જ્યારે મુંબઈમાં બુધવારે કોવિડ-19ના 2116 નવા દર્દીઓ મળ્યા અને 66 લોકોના કોરોનાથી મોત થયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube