અમદાવાદ :શિવસેના (ShivSena) અને NCPની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની ગેરહાજરી દેખાઈ હતી. જે વિશે પણ અનેક ચર્ચા થઈ હતી. પરંતુ શિવસેના અને એનસીપીની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ (Congress) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. અહેમદ પટેલે (Ahmed Patel) જણાવ્યું હતું કે,  આજે સવારે ન બેન્ડ, ન બાજા, ન બારાત વગર જે રીતે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની શપથ લેવાયા, મહારાષ્ટ્રના ઈતિહાસમાં આ ઘટના કાળી શાહીથી લખાશે. પહેલા દિવસથી બીજેપીને, બાદમાં શિવસેના, બાદમાં એનસીપીને આમંત્રણ અપાયું. પણ રાજ્યપાલે કોંગ્રેસને તક ન આપી. તેના બાદ વેરીફિકેશ વગર એક નેતા જાય છે, અને સબમિટ કરે છે. બાદમાં વિધીવત જે રીતે સોગંધવિધી થાય છે તે ન થઈ, અને ચૂપચાપ સવાર સવારમાં કોઈને બતાવ્યા વગર શપથવિધિ કરાઈ છે, તેનાથી કંઈક ખરાબ થયાનીં ગંધ આવી રહી છે. 


‘આવતીકાલે સરકાર બનાવશુ’ એમ વિચારીને સૂઈ ગયા, સવારે ઉઠ્યા તો દેવેન્દ્ર ફડણવીસ શપથ લઈ રહ્યા હતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે બેશરમીની હદ વટાવી
ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા અહેમદ પટેલે કહ્યું કે, સંવિધાનની અવહેલના કરાઈ છે. લોકતંત્રની ધજ્જિયા ઉડાવાઈ છે. તેઓએ બેશરમીની હદ પાર કરી છે. લોકતાંત્રિક પ્રક્રિયામાં જે થાય છે તે નથી થયું. અમે બધુ જ ડિસ્કીસ કરીને પ્લાનિંગ કર્યું. ગઈકાલે અમારી મીટિંગ સારી રહી. કેટલાક એક-બે મુદ્દા એવા હતા, જેના માટે ચર્ચાની જરૂર હતી. આજે અમે મળવાના હતા. પણ એ પહેલા જ આજે સવારે જે કાંડ થયું તેની આલોચના કરવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. 


ભાઈ અજીત પવારે દગો કરવા પર સુપ્રિયા સુલેએ કહ્યું, ‘પાર્ટી અને પરિવાર બંને તૂટ્યા....’


અમે મળીએ તે પહેલા આ કાંડ થયો
મહારાષ્ટ્રમાં થયેલા શપથ વિધિ સમારોહને કાંડ ગણાવતા પ્રેસ કોન્ફરન્સમાં તેઓ બોલ્યા કે, બીજેપીને હરાવવા પૂરતા પ્રયાસ કરીશું, તેમને શિકસ્ત કરવા એકઠા થઈશું. અમારા તમામ ધારાસભ્ય અમારી પાસે ઈન્ટેક્ટ છે. અમારા ધારાસભ્યો તૂટવાની કોઈ શક્યતા નથી, તેમ છતા અમે સતર્ક રહીશું. તેઓ મજબૂત છે, તેઓ બીજેપીની મ્હાત આપવા તૈયાર છે. અમે ત્રણેય સાથે મળીને કોન્ફિડન્સ વોટને પરાજય કરવાનો પ્રયાસ કરીશું. અમે પોલિટીકલ અને લિગલ ફ્રન્ટથી ફાઈટ આપીશું. આજે અમે ત્રણેય પાર્ટી ચાર વાગે મળીશું, તેના બાદ યોગ્ય ડિસીઝન લઈશું. શિવસેના સાથે જે મુદ્દા હતા તે સોલ્વ થવામાં હતા, પરંતુ તે પહેલા જ આ કાંડ થયો.


ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ, શિવસેના અને એનસીપીની થયેલી પત્રકાર પરિષદે પણ અનેક સવાલો ઉભા કર્યાં છે. પહેલુ એ કે, શિવસેના અને એનસીપીની પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ સામેલ કેમ ન હતું. અને બીજું એ કે, કોંગ્રેસે પોતાની અલગ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube