ભાઈ અજીત પવારે દગો કરવા પર સુપ્રિયા સુલેએ કહ્યું, ‘પાર્ટી અને પરિવાર બંને તૂટ્યા....’
મહારાષ્ટ્રમાં બીજેપીના અજિત પવારના સમર્થનને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારની દીકરી સુપ્રિયા સૂલે (Supriya Sule) એ પોતાના પ્રતિક્રિયા આપી છે. સુપ્રિયાએ પોતાના ચેટિંગ એપ વોટ્સએપના સ્ટેટસ પર લખ્યું છે કે, જિંદગીમાં હવે કોના પર ભરોસો કરીએ. સુપ્રિયાએ લખ્યું કે, પાર્ટી અને પરિવાર અલગ થઈ ગયા છે. જિંદગીમાં હવે કોના પર વિશ્વાસ કરીએ. જિંદગીમાં ક્યારેય આટલા છેતરાયા હોય એવો અનુભવ નથી થયો. પ્રેમ આપ્યો, બચાવ કર્યો, પણ શું મળ્યું...?
Trending Photos
અમદાવાદ :મહારાષ્ટ્રમાં બીજેપીના અજિત પવારના સમર્થનને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારની દીકરી સુપ્રિયા સૂલે (Supriya Sule) એ પોતાના પ્રતિક્રિયા આપી છે. સુપ્રિયાએ પોતાના ચેટિંગ એપ વોટ્સએપના સ્ટેટસ પર લખ્યું છે કે, જિંદગીમાં હવે કોના પર ભરોસો કરીએ. સુપ્રિયાએ લખ્યું કે, પાર્ટી અને પરિવાર અલગ થઈ ગયા છે. જિંદગીમાં હવે કોના પર વિશ્વાસ કરીએ. જિંદગીમાં ક્યારેય આટલા છેતરાયા હોય એવો અનુભવ નથી થયો. પ્રેમ આપ્યો, બચાવ કર્યો, પણ શું મળ્યું...?
Supriya Sule, Senior NCP leader and daughter of Sharad Pawar's latest Whatsapp status,her office confirms statement as well pic.twitter.com/cRksZyrNJK
— ANI (@ANI) November 23, 2019
જોકે, મીડિયાની સામે તેમણે આ વિશે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. વારંવાર પૂછવા પર તેઓ એટલુ જ બોલ્યા હતા કે, જે પણ હશે તે પ્રેસ કોન્ફરન્સમાં કહીશું. સાડા બાર વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ હું તમારી સાથે બોલીશ.
મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારના ભત્રીજા અજિત પવારના ઉપમુખ્યમંત્ર પદના શપથ લેવાથી એનસીપી અવાક રહી ગઈ છે. એનસીપીના વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે, પવાર પરિવારમાં વિદ્રોહ થયો છે. પાર્ટીના પ્રમુખ શરદ પવારની પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યું છે.
સંજય નિરૂપમે કહ્યું, ‘શિવસેના સાથે જવુ કોંગ્રેસની ભૂલ, શરદ પવાર PMને મળ્યા ત્યારે જ સમજી જવું હતું...’
એનસીપી કાર્યકર્તાઓનો વિરોધ
મહારાષ્ટ્રમાં પળ પળ વલણ બદલતી રાજકીય પાર્ટીઓની ચર્ચા બાદ હવે એવી તસવીર સામે આવી છે, જેનાથી સવારથી જ સૌ અવાક રહી ગયા છે. મીડિયા સાથે જ્યારે સુપ્રિયા સુલે જ્યારે વાત કરી રહ્યા હતા, ત્યારે એનસીપીના કાર્યકર્તાઓએ અજીત પવાર વિરોધી નારા લગાવ્યા હતા. ‘શરદ પવાર તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ...’ના નારા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે