અમદાવાદ :મહારાષ્ટ્ર (Maharashtra) માં અજિત પવારે બીજેપીની સાથે સરકાર બનાવવાને કારણે એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) રોષે ભરાયેલા છે. અજિત પવારની સાથે તેમનો ગુસ્સો એ બગાવતી ધારાસભ્યો પર પણ છે, જેઓએ અજિતને BJPની સાથે મળીને સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપ્યું છે અને તેઓ રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહમાં દેખાયા હતા. શરદે પોતાના નારાજગીની વ્યક્તતા શિવસેનાની સાથે સંયુક્ત પ્રેસ વાર્તામા પણ કરી. તેમણે કહ્યું કે, અમે બગાવતી ધારાસભ્યો પર એન્ટી ડિફેક્શન લો  (Anti-Defection Law) અંતર્ગત કાર્યવાહી કરીશું અને ઉપચૂંટણી થવાની સ્થિતિમાં તેમની વિરુદ્ધ શિવસેના-એનસીપી અને કોંગ્રેસ મળીને સંયુક્ત ઉમેદવાર ઉભા કરશે. જેનાથી તેમની જીત બહુ જ મુશ્કેલ બની જશે. આમ, તેમણે બગાવતી ધારાસભ્યોને ચેતવ્યા કે, બગાવત ન કરે અને તેઓ ઈચ્છે તો પરત આવી જાય. પરંતુ આવુ ન થવાની સ્થિતિમાં તેઓને ભવિષ્યમાં મોટુ રાજનીતિક નુકસાન ઉઠાવવું પડશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘આવતીકાલે સરકાર બનાવશુ’ એમ વિચારીને સૂઈ ગયા, સવારે ઉઠ્યા તો દેવેન્દ્ર ફડણવીસ શપથ લઈ રહ્યા હતા


શું છે એન્ટી ડિફેક્શન લો...
એન્ટી ડિફેક્શન લોનો મતલબ છે કે, ભારતમા દળ બદલુ વિરોધી કાયદો. જે અંતર્ગત રાજનીતિક લાભ અને પદના લાલચમાં દળ બદલનાર જન પ્રતિનિધિઓને અયોગ્ય બતાવવામાં આવે છે, તો તે અંતર્ગત તેઓ સંસદ કે વિધાનસભાની સદસ્યાથી સંબંધિત દળ દ્વારા અયોગ્ય ગણવવામાં આવે છે. દળ બદલુ કાયદાને અનેકવાર અભિવ્યક્તિની આઝાદીના હનનને જોડવામાં આવે છે. જોકે, આ કાયદાને એક સ્વસ્થ લોકતંત્રના નિર્માણ માટે પ્રભાવી માનવામાં આવે છે.


ભાઈ અજીત પવારે દગો કરવા પર સુપ્રિયા સુલેએ કહ્યું, ‘પાર્ટી અને પરિવાર બંને તૂટ્યા....’


હકીકતમાં, લોકતાંત્રિક પ્રોસેસમાં રાજનીતિક દળ સૌથી મહત્વના હોય છે અને તેઓ સામૂહિક આધાર પર નિર્ણયો લે છે. આઝાદીના થોડા વર્ષો બાદ જ રાજનીતિક પાર્ટીઓને મળનારા સામૂહિક જનાદેશની અવહેલના કરવામાં આવી. સાંસદો-ધારાસભ્યોને તોડજોડ કરવાથી સરકાર પડવા લાગી, તો ક્યાંક બનવા લાગી. જેથી 1960, 1970ના દાયકામાં આયારામ-ગયારામનું વાક્ય બહુ જ પ્રચલિત થઈ ગયું હતું. આવામાં જરૂર લાગવા લાગી કે, રાજનીતિક દળોને મળનારા જનાદેશનું ઉલ્લંઘન કરનારા સદસ્યોને ઈલેક્શનમાં ભાગ લેવાથી રોકવા અને અયોગ્ય જાહેર કરવામાં આવે. વર્ષ 1985માં સંવિધાન સંશોધનના માધ્યમથી દળ-બદલુ વિરોધી કાયદો લાવવામાં આવ્યો.


બગાવતી ભત્રીજો શાણો નીકળ્યો, અજીત પવારે કાકાની જ જૂની દવા તેમને પીવડાવી દીધી


ભારતીય સંવિધાનની 10મી અનુસૂચિ જેને લોકપ્રિય રૂપથી ‘દળ બદલ’ વિરોધી કાયદો કહેવામાં આવે છે. તેને વર્ષ 1985માં 52માં સંવિધાન સંશોધન દ્વારા લાવવામાં આવ્યું. દળબદલ કરનારા સદસ્યોને અયોગ્ય વ્યક્ત ગણાવતા પ્રાવધાનોને પરિભાષિત કરે છે. તેનો હેતુ રાજકીય લાભ અને પદની લાલચમાં દળ-બદલ કરનારા જન પ્રતિનિધિઓને અયોગ્ય વ્યક્ત કરે છે. જેથી સંસદ-વિધાનસભાની સ્થિરતા બની રહે. 


આ આધાર પર જન-પ્રતિનિધિઓને ગેરલાયક જાહેર કરાય છે...


  • જો કોઈ ચૂંટાયેલ સદસ્ય સ્વેચ્છાએ કોઈ રાજનીતિક પાર્ટીની સદસ્ય છોડે છે

  • જો કોઈ નિર્દળીય ચૂંટાયેલ સદસ્ય કાયદાની વિરુદ્ધ કોઈ રાજનીતિક પાર્ટીમાં સામેલ થાય છે

  • જો કોઈ સદસ્ય દ્વારા સદનમાં પાર્ટીના પક્ષની વિરુદ્ધ વોટ કરે છે 

  • જો કોઈ સદસ્ય ખુદને વોટિંગથી અલગ રાખે છે

  • જો 6 મહિના પૂરા થયા બાદ કોઈ મનોનીત સદસ્ય કોઈ રાજનીતિક દળમાં સામલે થાય છે