અમદાવાદ :શુક્રવારે રાત્રે ન્યૂઝ ચેનલ જોનારા દર્શકોએ જોયું કે, આવતીકાલે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મુખ્યમંત્રી બનશે. તો શનિવારની સવારે જ્યારે લોકો પેપર વાંચી રહ્યા હતા ત્યારે તેમાં પણ આ જ લખ્યું હતું. લગભગ તમામ જગ્યાએ આ જ ન્યૂઝ હતા કે, શિવસેના, એનસીપી (NCP) અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. પરંતુ હજી તો લોકો એક પણ શબ્દ વાંચે તે પહેલા તો દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા. તો તેમની પાસે ઉભા હતા શરદ પવારના ભત્રીજા અજીત પવાર (Ajit Pawar), જેઓ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાઈ અજીત પવારે દગો કરવા પર સુપ્રિયા સુલેએ કહ્યું, ‘પાર્ટી અને પરિવાર બંને તૂટ્યા....’


સવારે જે લોકોએ ન્યૂઝ પેપર અને ટીવી એકસાથે જોવાનું શરૂ કર્યું, તો સમાચારમાં જમીન-આસમાનનો ભેદ હતો. કેમ કે, સવાર સવારમાં દેવેન્દ્ર ફડણવીસ શપથ લઈ રહ્યા હતા. મોડી રાત્રે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના સાથે આવવાના સમાચાર આવ્યા હતા. તેમની વચ્ચે સરકાર બનાવવા પર સહમિતી બની હતી. ખુદ એનસીપીના મુખિયા શરદ પવાર પણ એમ જ કહી રહ્યા હતા. ત્યારે સવારે જોયું તો ભત્રીજાએ તેમને ધોકો આપ્યો હતો. ભારતની જનતા માટે શોકિંગ સમાચાર હતા. એક રાતમાં શું થયું, આખરે રાતોરાતે કેવી રીતે ભાજપની સરકાર બની ગઈ તે જ લોકો વિચારી ન શક્યા. 


સંજય નિરૂપમે કહ્યું, ‘શિવસેના સાથે જવુ કોંગ્રેસની ભૂલ, શરદ પવાર PMને મળ્યા ત્યારે જ સમજી જવું હતું...’


રાતોરાત મહારાષ્ટ્રની રાજકીય તસવીર બદલાઈ ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ પણ બીજીવાર મુખ્યમંત્રી બનવા માટે તલપાપડ હતા. તો બીજી તરફ અઢી અઢી વર્ષ શાસનની ફોરમ્યુલા માનવા પણ બીજેપી તૈયાર ન હતી. ત્યાર બાદ શાંત થઈ ગયેલી બીજેપીએ ક્યારે અને કેવી રીતે ખેલ પાડ્યો હતો તે જ સમજી ન શકાયું. 


મીટિંગ વોઝ ઈન્કનક્લુઝીવ
બીજેપી સાથે ગઠબંધન ન થતા શિવસેનાએ એનસીપીનો સંપર્ક કર્યો હતો. જેમાં કોંગ્રેસ જોડાયું હતું. ગઈકાલ સાંજ સુધી ત્રણેય રાજકીય પાર્ટી ચર્ચા જ કરી રહ્યા હતા. અખબારોમાં પણ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ચાલી રહેલા નિર્ણયોને પર અટકળો ચાલતી હતી. કઈ પાર્ટીના નેતાઓને કયા પદ મળશે તે મામલે જ કોઈ ચોક્કસ સ્થિરતા સામે આવી ન હતી. ગઈકાલે સાંજે થયેલી મીટિંગમાં સહમતિ બની ન હતી તેવુ સૂત્રોનું કહેવું છે. મીટિંગમાંથી બહાર નીકળ્યા બાદ કોંગ્રેસના અહેમદ પટેલે કહ્યુ હતું કે, ‘મીટિંગ વોઝ ઈન્કનક્લુઝીવ...’ એટલે કે ત્રણેય પાર્ટીઓ કોઈ માટે સ્પષ્ટ ન હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube