મહારાષ્ટ્ર સરકારે ચીનને આપ્યો મોટો ઝટકો, 3 ચાઇનીઝ કંપની વિરૂદ્ધ કરી કાર્યવાહી
મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0માં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ડીલને હોલ્ડ પર રાખવામાં આવી છે. રાજ્ય સરકાર સાથે વાત કર્યા બાદ આ કંપનીઓને હોલ્ડ પર રાખવામાં આવી છે.
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે ચીનનો મોટો આંચકો આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ ચીનની 3 કંપનીઓ સાથે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી છે. આ કરાર 15 જૂનના રોજ થયો હતો. મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0માં ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ડીલને હોલ્ડ પર રાખવામાં આવી છે. રાજ્ય સરકાર સાથે વાત કર્યા બાદ આ કંપનીઓને હોલ્ડ પર રાખવામાં આવી છે.
3 ચીની કંપનીઓના લગભગ 5 હજાર કરોડના ખર્ચનો પ્રોજેક્ટ છે. આ તમામ કરાર 15 જૂનના રોજ થયો હતો. ત્યારબાદ એલએસી પર જવાનોની શહાદત થઇ હતી. હવે મહારાષ્ટ્ર સરકારે ચીની કંપની સાથે થયેલા કરારને હોલ્ડ પર રાખી દીધો છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના આગામી આદેશની રાહ જોઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 15 જૂનની રાતે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ભારતીય જવાનોએ પણ ગલવન ઘાટીમાં ચીનના સૈનિકોની બર્બરતાનો બદલો લીધો હતો અને ચીનના 45-50 સૈનિકોને મારી દીધા હતા. ભારતીય સૈનિકોએ ચીનના કર્નલને પણ પકડી લીધા.
ગલવાન ઘાટીમાં ચીનની સેનાએ જે કાયરત બતાવી, તેને લઇને આખા દેશમાં ગુસ્સો છે. રેલવે મંત્રાલય અને ટેલીકોમ મંત્રાલય ચીની કંપનીઓને પહેલાં જ બહારનો રસ્તો બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય રેલવેએ ચાર દિવસ પહેલાં જ, ચીની કંપની સાથે પોતાનો એક કરાર ખતમ કર્યો હતો. 2016માં ચીની કંપની સાથે 471 કરોડનો કરાર થયો હતો, જેમાં તેને 417 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર સિગ્નલ સિસ્ટમ લગાવી હતી. આ પહેલાં સરકારે BSNL અને MTNLને નિર્દેશ આપ્યા હતા કે તે ચીની ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube