મુંબઇ/ચંદીગઢ: મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આજે સાંજે પ્રચાર અભિયાનના પડઘમ શાંત થઇ જશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બધી પાર્ટીઓના દિગ્ગજ નેતા જોરશોરથી પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરશે અને જનતા પાસે વોટ માંગશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી વિધાનસભા અધ્યક્ષ અને તેમનાં ત્રણ પુત્રોને 6 મહિનાની જેલની સજા, જાણો કારણ....


પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી હરિયાણામાં બે રેલીઓને સંબોધિત કરશે. તેમાંથી એક રેલી એલાનાબાદ અને રિવાડીમાં યોજાશે. પીએમ મોદી સવારે 11 વાગે એલાનાબાદમાં રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 2 વાગે ભિવાનીમાં એક રેલીમાં સામેલ થશે. 

મહારાષ્ટ્ર ચૂંટણીઃ સંજય દત્ત પછી હવે આદિત્ય ઠાકરેને મળ્યો મિથુન ચક્રવર્તીનો સાથ


ભાજપના અધ્યક્ષ અને કેંદ્વીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં ઘણી રેલીઓને સંબોધિત કરશે. તેમાં નવાપુર, અકોલા, કજરત-જામખેડમાં રેલીઓમાં ભાગ લેશે. 


હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ શનિવારે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. બપોરે 12 વાગે તે સોનીપતમાં એક રોડશોમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે 2 વાગે નારનૌંદમાં એક જનસભાને સંબોધિત કરશે. પછી ફરીથી ત્રણ વાગે રામલીલા મેદાન, કરનાલમાં એક રોડ શોમાં ભાગ લેશે.