દિલ્હી વિધાનસભા અધ્યક્ષ અને તેમનાં ત્રણ પુત્રોને 6 મહિનાની જેલની સજા, જાણો કારણ....
6 ફેબ્રુઆરી, 2015ના રોજ રામનિવાસ ગોયલ અને તેમના ત્રણ પુત્રો ભાજપના નેતા મનીષ ઘઈના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમની સાથે મારામારી કરી હતી. કોર્ટે રામનિવાસ ગોયલ અને અન્યની દલીલો સ્વીકારી નહીં અને તેમને દોષી ઠેરવતા 6-6 મહિનાની જેલની સજા અને 1-1 હજારનો દંડ ફટકાર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના સ્પીકર(Delhi Assembly Speaker) રામનિવાસ ગોયલને(Ram Nivas Goel) 6 મહિનાની સજા સંભળાવાઈ છે. રાઉજ એવેન્યુ કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ, તેમના પુત્ર સુમિત ગોયલ, હિતેશ ખન્ના, અતુલ ગુપ્તા અને બલવિર સિંહને 6 મહિનાની કેદ અને દંડની સજા સંભાવી છે. કોર્ટે તમામ દોષિતોને 10-10 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે, જેથી તેઓ ઉપલી અદાલતમાં ચૂકાદાને પડકારી શકે. રામનિવાસ પર ભાજપના નેતા મનીષ ઘઈના ઘરમાં જબરદસ્તીથી ઘુસી જવાનો આરોપ હતો.
6 ફેબ્રુઆરી, 2015ના રોજ રામનિવાસ ગોયલ અને તેમના ત્રણ પુત્રો ભાજપના નેતા મનીષ ઘઈના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમની સાથે મારામારી કરી હતી. જોકે, રામનિવાસ ગોયલે કોર્ટમાં દલીલ રજુ કરતા જણાવ્યું હતું કે, તેમને માહિતી મળી હતી કે ભાજપના નેતાએ પોતાના ઘરમાં ધાબળા અને દારૂ છુપાવ્યો છે, જે ચૂંટણી પહેલા ગરીબોમાં વહેંચવાનો હતો.
તેમણે આ માહિતી પોલિસને જણાવી હતી અને પોલિસની સાથે પીડિતના ઘરમાં પ્રવેશ્યા હતા. જોકે, કોર્ટે રામનિવાસ ગોયલ અને અન્યની દલીલો સ્વીકારી નહીં અને તેમને દોષી ઠેરવતા 6-6 મહિનાની જેલની સજા અને 1-1 હજારનો દંડ ફટકાર્યો છે.
કોર્ટે રામનિવાસ ગોયલને આઈપીસીની ધારા-448 અંતર્ગત દોષી ઠેરવ્યા છે. જ્યારે તેમના પુત્ર સુમિત ગોયલને ધારા-323 એટલે કે મારામારી કરવાના કેસમાં દોષી ઠેરવ્યો છે. મનીષ ઘઈએ જ્યારે રામનિવાસ ગોયલ સામે એફઆઈઆર દાખળ કરી હતી એ સમયે ગોયલ શાહદરા વિસ્તારમાંથી ધારાસભ્ય હતા.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે