મુંબઈ: કોરોના સંકટ વચ્ચે એકવાર ફરીથી મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે. ભાજપ (BJP) ના નેતા નારાયણ રાણેએ કહ્યું છે કે ઉદ્ધવ સરકાર કોરોના સંકટને સંભાળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ભાજપે મહારાષ્ટ્ર (Maharashtra) માં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. સ્થિતિ એવી છે કે માતોશ્રીથી લઈને રાજભવન સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધા વચ્ચે એનસીપી (NCP) પ્રમુખ શરદ પવારે (Sharad Pawar)  રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી છે. બીજી બાજુ તેમણે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે પણ દોઢ કલાક સુધી મંત્રણા કરી. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ભાજપના નેતા નારાયણ રાણેએ પણ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) આજે સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ચર્ચા છે કે ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળશે. 


આ બાજુ રાષ્ટ્રપતિ શાસનની વાતોને અફવા ગણાવતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપ જો રાષ્ટ્રપતિ શાસનની વાત કરે તો મેં તો તેમના કોઈ પણ મોટા નેતાના મોઢે આ વાત સાંભળી નથી. મેં દેવેન્દ્ર ફડણવીસ, ગૃહમંત્રી અમિત શાહ અને નિતિન ગડકરીને એ વાત કહેતા સાંભળ્યા નથી. હું આવામાં કેવી રીતે તેના પર વિશ્વાસ કરી લઉ. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube