મુંબઈ: મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. નવાબ મલિકે કહ્યું કે સમગ્ર મામલો અપહરણ અને ખંડણીનો છે. મોહિત કંબોજના સાળા દ્વારા ટ્રેપ લગાવવામાં આવ્યું અને ત્યાં આર્યન ખાનને પહોંચાડવામાં આવ્યો. કિડનેપ કરીને 25 કરોડની ખંડણી માંગવાનો ખેલ શરૂ થયો. ડીલ 18 કરોડમાં થઈ. 5 લાખ રૂપિયા ઉઠાવી લેવાયા પરંતુ એક એજન્સીએ આખો ખેલ બગાડી નાખ્યો. આ સમગ્ર કિડનેપિંગનો માસ્ટરમાઈન્ડ મોહિત કંબોજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાબ મલિકે કહ્યું કે ખંડણીના ખેલમાં મોહિત કંબોજ, સમીર વાનખેડેનો સાથી છે. મોહિત કંબોજ અને સમીર વાનખેડેના સારા સંબંધ છે. મોહિત કંબોજ આ શહેરમાં 12 હોટલ ચલાવે છે. મોહિત કંબોજ પોતાની હોટલ ચલાવવા માટે બાજુની હોટલોમાં સમીર વાનખેડે દ્વારા વૈપકિંગ જે એક એલિટ લોકો માટે છે. તેના માલિક પર ફેક કેસ લગાવી દીધા.


મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે 9 તારીખે અમે પીસી કરી, જેમાં જણાવવામાં આવ્યું અમે એક મોટા અધિકારીને પૂછ્યું કે કન્ફર્મ કેમ નહતા જણાવી શકતા કે 8 લોકો હતા કે 10 લોકો હતા અને 8 લોકોની ધરપકડ ક્યા સુધીમાં થશે? અમે જણાવ્યું કે 8 નહીં પરંતુ 11 લોકો હતા. 11માંથી એક ઋષભ સચદેવા નામના છોકરાએ વીડિયો દેખાડ્યો. અમે આમિર ફર્નિચરવાલાનો વીડિયો દેખાડ્યો અને અમે એક વધુ વીડિયો દેખાડ્યો જેમાં ઋષભ સચદેવાના કાકા આ ત્રણેયને લઈને નીકળતા જોવા મળ્યા. અમે સવાલ ઊભો કર્યો કે આ ત્રણ લોકોને કેમ છોડવામાં આવ્યા? 


Drugs Case: નવાબ મલિકનો મોટો ખુલાસો! NCB અધિકારી અને સેમ ડિસૂઝાની ઓડિયો ક્લિપ જાહેર કરી


નવાબ મલિકે કહ્યું કે મોહિત કંબોજ 1100 કરોડ રૂપિયાના બેંક ફ્રોડનો આરોપ છે, તે પહેલા કોંગ્રેસના નેતાઓ પાછળ હતો, પરંતુ સરકાર બદલાયા બાદ તે ભાજપની નજીક જતો રહ્યો. અત્રે જણાવવાનું કે મોહિત કંબોજે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં સુનિલ પાટિલ નામના વ્યક્તિને કેસનો માસ્ટર માઈન્ડ ગણાવ્યો હતો. મોહિતે પાટિલને એનસીપી નેતાઓની નજીક પણ જણાવ્યો હતો અને નવાબ મલિક પર અનેક આરોપ લગાવ્યા હતા. 


આર્યન કેસ ખંડણીનો મામલો
મલિકે વધુ મોટો આરોપ લગાવતા કહ્યું કે આર્યન ખાન કેસ સંપૂર્ણ રીતે અપહરણ અને ખંડણીનો મામલો છે. આર્યન ખાન પોતે ટિકિટ ખરીદીને ક્રૂઝ પર ગયો નહતો. તેને ત્યાં પ્રતિક ગાબા અને આમિર ફર્નિચરવાલા લઈ ગયા હતા. ત્યાંથી આર્યન ખાનનું અપહરણ કરવામાં આવ્યું અને 25 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી. મોહિત કંબોજ ખંડણી માંગવામાં વાનખેડેનો પાર્ટનર છે. તેમણે આરોપ લગાવ્યો કે આર્યન ખાનને ટ્રેપ કર્યો પરંતુ એક સેલ્ફીએ આખો ખેલ બગાડી નાખ્યો. 


સુનિલ પાટિલ અંગે સ્પષ્ટતા
એનસીપી નેતાએ કહ્યું કે સુનિલ પાટિલ સાથે તેમની ક્યારેય મુલાકાત થઈ નથી અને ન તો તે એનસીપી સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે પાટિલનો ફોટો ગૃહમંત્ર અમિત શાહ સાથે છે. મનિષ ભાનુશાળીનો ફોટો પ્રધાનમંત્રી સાથે છે. અમે તસવીરો પર આરોપ નથી લગાવતા પરંતુ સુનિલ પાટિલ પણ ફ્રોડ છે અને વાનખેડેની પ્રાઈવેટ આર્મીનો પ્લેયર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube