Drugs Case: નવાબ મલિકનો મોટો ખુલાસો! NCB અધિકારી અને સેમ ડિસૂઝાની ઓડિયો ક્લિપ જાહેર કરી
ડ્રગ્સ કેસમાં સતત નવા નવા આરોપ જોવા મળી રહ્યા છે. આજે મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે એક ટ્વીટ કરી, જેમાં તેમણે દાવો કર્યો કે સેમ ડિસૂઝાનું અસલ નામ સેનવિલે સ્ટેનલી ડિસૂઝા છે.
Trending Photos
મુંબઈ: ડ્રગ્સ કેસમાં સતત નવા નવા આરોપ જોવા મળી રહ્યા છે. આજે મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે એક ટ્વીટ કરી, જેમાં તેમણે દાવો કર્યો કે સેમ ડિસૂઝાનું અસલ નામ સેનવિલે સ્ટેનલી ડિસૂઝા છે. નવાબ મલિકે સેનવિલે સ્ટેનલી ડિસૂઝા અને એનસીબી અધિકારી વચ્ચે ફોન પર થયેલી વાતની ઓડિયો ક્લિપ પણ ટ્વીટ કરી. અત્રે જણાવવાનું કે એનસીબીએ સેનવિલે સ્ટેનલી ડિસૂઝાને નોટિસ મોકલી હતી.
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું કે 'સેનવિલે સ્ટેનલી ડિસૂઝા અને એનસીબી અધિકારી વીવી સિંહ વચ્ચે વાતચીત'
નોંધનીય છે કે દરરોજ નવા નવા ટ્વિસ્ટ લઈને આવી રહેલા મુંબઈ ડ્રગ્સ કેસમાં આજે ફરીથી કોઈ મોટો ટ્વિસ્ટ આવી શકે છે. આજે ભાજપના આરોપો પર મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરને જવાબ પણ આપશે. અર્થ સ્પષ્ટ છે કે હાલ મુંબઈ ડ્રગ્સ કેસમાં અનેક ક્લાઈમેક્સ આવવાના બાકી છે અને પિક્ચર નો The End તો ત્યારે થશે જ્યારે NCB ની સ્પેશિયલ 20 ટીમ પોતાની તપાસ પૂરી કરશે.
Telephone conversation between Sanville Steanley D'souza and V.V. Singh (NCB official) pic.twitter.com/YdSeN2uitz
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 7, 2021
સમીર વાનખેડેના પિતાએ કર્યો કેસ
આ બાજુ એનસીબી મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર આરોપ લગાવનારા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક પર સમીર વાનખેડેના પિતાએ માનહાનિનો કેસ કર્યો છે અને 1.25 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. નવાબ મલિકે સમીર વાનખેડે અને તેમના પરિવાર વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. નવાબ મલિકનો એક આરોપ એ પણ છે કે સમીર વાનખેડે પાસે પોતાની એક પ્રાઈવેટ આર્મી છે. નહીં તો એક અધિકારી આટલો પૈસાવાળો કેવી રીતે હોઈ શકે? તેઓ મોંઘી ઘડિયાળ અને કપડાં પહેરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે