મુંબઈઃ મહારાષ્ટ્રમાં એમએલસી ચૂંટણીમાં તમામ 10 સીટોના પરિણામ આવી ગયા છે અને રાજ્યસભા ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડી સરકારને અહીં પણ ઝટકો લાગ્યો છે. એમવીએને 6માંથી 5 સીટ મળી જ્યારે ભાજપના તમામ ઉમેદવારોને જીત મળી છે. એમએલસી ચૂંટણીમાં સત્તામાં રહેલી શિવસેના, એનસીપીને બે-બે, ભાજપને પાંચ અને કોંગ્રેસના એક ઉમેદવારોને જીત મળી છે. કોંગ્રેસના ભાઈ જગતાપે જીત મેળવી જ્યારે ચંદ્રકાન્ત હંડોરે હારી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાન ભવનની બહાર ભાજપના કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ તરફથી પ્રવીણ દરેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય, ઉમા ખપરે અને પ્રસાડ લાડે જીત મેળવી છે. શિવસેનાના સચિન અહીર અને અમશા પડવીએ જીત મેળવી છે. એનસીપીના એકનાથ ખડસે અને રામરાજે નાઇક નિંબાલકરે પોતાની સીટ પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ભાઈ જગતાપને જીત મળી છે. 


આ પણ વાંચોઃ Delhi Covid case: દિલ્હીમાં કોરોના સંક્રમણ દર10 ટકાને પાર, છેલ્લા 24 કલાકમાં છના મોત


10 સીટો પર 11 ઉમેદવારો વચ્ચે મુકાબલો
એમવીએમાં સામેલ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે બે-બે ઉમેદવાર ઉતાર્યા, જ્યારે ભાજપે પાંચ ઉમેદવારોને ટિકિટ આપી હતી. વિધાન પરિષદના નવ સભ્યોનો કાર્યકાળ સાત જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. 10મી સીટ આ વર્ષની શરૂઆતમાં ભાજપના એક નિધનને કારણે સીટ ખાલી થઈ હતી. આ 10 સીટો માટે કુલ 11 ઉમેદવારો વચ્ચે મુકાબલો થયો હતો. 


ક્રોસ વોટિંગની આશંકા
વિધાન પરિષદ ચૂંટણીમાં સીક્રેટ બેલેટ દ્વારા મતદાન થયું, તેથી ક્રોસ વોટિંગની આશંકા વધી ગઈ છે. રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોએ પોત-પોતાની પાર્ટીના સત્તાવાર પ્રતિનિધિને મતપત્ર દેખાડવાનું હોય છે, પરંતુ વિધાન પરિષદની ચૂંટણીમાં તેને ગુપ્ત રાખવામાં આવ્યું, જેના કારણે ક્રોસ વોટિંગની આશંકા છે. સાથે તે વાતને લઈને પણ આશંકા વધી ગઈ કે અપક્ષ સભ્યોએ કોને પોતાનો મત આપ્યો છે. 


આ પણ વાંચોઃ 'અગ્નિપથ'ની જાણકારી આપવા માટે પીએમ મોદીને મળશે ત્રણેય સેના પ્રમુખઃ રિપોર્ટ


નવાબ મલિક અને દેશમુખ મતદાન કરી શક્યા નહીં
સુપ્રીમ કોર્ટે વિધાન પરિષદ ચૂંટણીમાં મત આપવા માટે જેલમાં બંધ એનસીપી નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube