Delhi Covid case: દિલ્હીમાં કોરોના સંક્રમણ દર10 ટકાને પાર, છેલ્લા 24 કલાકમાં છના મોત

Delhi new covid case: દિલ્હીમાં આ પહેલા 26 જાન્યુઆરીએ 1059 ટકા સંક્રમણ દર હતો પરંતુ આજે ફરીથી રાજધાનીમાં પોઝિટિવિટી રેટ 10.09 ટકા પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 10506 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 
 

Delhi Covid case: દિલ્હીમાં કોરોના સંક્રમણ દર10 ટકાને પાર, છેલ્લા 24 કલાકમાં છના મોત

નવી દિલ્હીઃ દેશમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ દરમાં મોટો ઉછાળ જોવા મળ્યો છે અને સોમવારે તે 10 ટકાને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં સોમવારે કોરોનાના1060 નવા કેસ સામે આવ્યા બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 5375 થઈ ગઈ છે. આ રીતે મુંબઈમાં કોરોનાના 1310 કેસ સામે આવ્યા છે. 

દિલ્હીમાં છ દર્દીઓના મોત
દિલ્હીમાં આ પહેલા 26 જાન્યુઆરીએ 10.59 ટકા હતો સંક્રમણ દર પરંતુ આજે ફરીથી રાજધાનીમાં પોઝિટિવિટી રેટ 0.09 ટકા પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજધાનીમાં 10506 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોરોનાથી છ લોકોના મોત થયા હતા. 

મુંબઈમાં પણ સંક્રમણ વધ્યુ
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 2345 નવા કેસ સામે આવ્યા હતા અને બે સંક્રમિતોના મોત થયા હતા. તેમાંથી 1310 મામલા માત્ર મુંબઈમાં આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે ત્યારબાદ રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 79,38,103 થઈ ગયા છે, જ્યારે 1,47,888 લોકોના મહામારીને કારણે અત્યાર સુધી મોત થયા છે. 

રાજ્યોમાં સંક્રમણની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 24 હજારને પાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 1485 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારબાદ સંક્રમણથી મુક્ત થનારા લોકોની સંખ્યા 77,65,602 પર પહોંચી ગઈ છે. તેના એક દિવસ પહેલા રાજ્યમાં સંક્રમણના 4004 કેસ સામે આવ્યા હતા અને એકનું મોત થયું હતું. 

દેશભરમાં 12 હજારથી વધુ કેસ
દેશમાં સોમવારે કોરોનાના કુલ 12781 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને  4,33,09,473 પર પહોંચી ગઈ, જ્યારે 130 દિવસ બાદ દૈનિક સંક્રમણ દર ચાર ટકાને પાર પહોંચી ગયો છે. આંકડા અનુસાર વધુ 18 મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 5,24,873 પર પહોંચી ગઈ છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news