નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં કોરોના પ્રતિબંધોની અસર નવા સંક્રમણના મામલા પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત રાજ્યમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આમ આદમીની સાથે સાથે રાજ્ય સરકાર પણ રાહતના શ્વાસ લઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 14123 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 477 લોકોના મૃત્યુ થયા છે. 10 માર્ચ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે કોરોનાના નવા કેસની સાથે સંક્રમણની કુલ સંખ્યા વધીને  57,61,015 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 96198 થઈ ગઈ છે. રાજ્યમાં 10 માર્ચે કોવિડ-19ના 13695 કેસ સામે આવ્યા હતા, જ્યાં છેલ્લા કેટલાક સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે એક દિવસપહેલા રાજ્યમાં કોવિડના 15077 નવા કેસ નોંધાયા હતા.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35949 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 54,31,319 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. હાલ રાજ્યમાં 2,30,681 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


આ પણ વાંચોઃ CBSE પરીક્ષા રદ્દ, પરિણામ તૈયાર કરવા પીએમ મોદીએ અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશ   


મુંબઈમાં હજારથી નીચે પહોંચ્યો સંક્રમણનો ગ્રાફ
મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણના નવા 830 કેસ સામે આવ્યા અને 23 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ મહાનગરમાં કુલ કેસની સંખ્યા વધીને 7,06,118 થઈ ગઈ અને મૃતકોની સંખ્યા વધીને 14,849 થઈ ગઈ છે. મહત્વનું છે કે મુંબઈના સ્લમ વિસ્તાર એટલે કે ધારાવીમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. બીએમસી પ્રમાણે આ વિસ્તારમાં અત્યાર સુધી 6825 કેસ નોંધાયા છે, જ્યાં 17 લોકોની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં 6825 લોકો સાજા થઈ ગયા છે. 


મહારાષ્ટ્રમાં મ્યૂકર માઇકોસિસના ચાર હજાર કેસ
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, આ સમયે રાજ્યમાં મ્યુકર માઇકોસિસ (બ્લેક ફંગસ)ના આશરે 4 હજાર કેસ છે. તેમણે કહ્યું કે, સરકારે બ્લેક ફંગસના દર્દીઓની ફ્રી સારવાર થાય તે માટે વ્યવસ્થા કરી છે. રાજેશ ટોપેએ આજે જણાવ્યુ કે, મોટા શહેરોની બહાર તાલુકા અને જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે સરકારે ભાવ ઘટાડ્યા છે. તેનાથી લોકોને રાહત મળવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube