શિવસેના સાથે `નીકટતા વધતા` મુસ્લિમ સંગઠનો કોંગ્રેસથી નારાજ, કહ્યું-`જવાબ આપવો પડશે`
સત્તાની લાલચમાં ધર્મનિરપેક્ષતાની વિચારધારા છોડીને હિન્દુત્વની વિચારધારાવાળી શિવસેના સાથે હાથ મીલાવનારી કોંગ્રેસથી મહારાષ્ટ્રના અનેક મુસ્લિમ સંગઠનો નારાજ છે. શુક્રવારના રોજ મુંબઈના પરા વિસ્તાર મીરા રોડમાં જૂમ્માની નમાજ સમયે મૌલાનાઓએ આ વાત લોકો સામે રજુ કરી કે કેવી રીતે કોંગ્રેસના નિર્ણયથી તેમનો સમાજ ઠગાયેલો મહેસૂસ કરી રહ્યો છે.
મુંબઈ: સત્તાની લાલચમાં ધર્મનિરપેક્ષતાની વિચારધારા છોડીને હિન્દુત્વની વિચારધારાવાળી શિવસેના સાથે હાથ મીલાવનારી કોંગ્રેસથી મહારાષ્ટ્રના અનેક મુસ્લિમ સંગઠનો નારાજ છે. શુક્રવારના રોજ મુંબઈના પરા વિસ્તાર મીરા રોડમાં જૂમ્માની નમાજ સમયે મૌલાનાઓએ આ વાત લોકો સામે રજુ કરી કે કેવી રીતે કોંગ્રેસના નિર્ણયથી તેમનો સમાજ ઠગાયેલો મહેસૂસ કરી રહ્યો છે.
મોદી સરકાર 'એક રાષ્ટ્ર, એક વેતન દિવસ' લાગુ કરવાની યોજના ઘડી રહી છે, જાણો શું થશે ફાયદો
મુફ્તી મૌલાના જિયાઈએ કહ્યું કે અમે આ નેતાઓને પૂછવા ઈચ્છીશું કે તમે કેટલા ધર્મનિરપેક્ષ જમાતને પૂછ્યા બાદ સાંપ્રદાયિક પાસે જવાનો નિર્ણય લીધો? એવી કેવી મશીન તમારા લોકો પાસે છે જેમાં કોઈ સાંપ્રદાયિક આવે તો તે ધર્મનિરપેક્ષ બની જાય છે? બાબરી મસ્જિદની શહાદતમાં સામેલ થનારી તમામ કોમ્યુનલ પાર્ટીઓ તેમને પોતાની સાથે લઈને તમે સેક્યુલર બની જશો કે તેમને તમે સેક્યુલર બનાવી લેશો કે પછી કોમ્યુનલ તરફ જતા રહેશો? તેમણે કહ્યું કે અમારો ઉપયોગ ક્યાં સુધી થતો રહેશે? અમારી સાથે દગો ક્યાં સુધી થતો રહેશે?
મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો હુંકાર, 'અમારી પાર્ટી વગર કોઈ સરકાર બની શકશે નહીં'
ZEE ન્યૂઝ સાથેની વાતચીતમાં મુસ્લિમોએ કહ્યું કે અમે કોંગ્રેસને એટલા માટે સપોર્ટ કર્યો હતો કારણ કે તે એક સેક્યુલર પાર્ટી છે પરંતુ આજે કોંગ્રેસે અમને ફરીથી શિવસેના પાસે લઈ જઈને ઊભા રાખી દીધા. જનતા શું ઈચ્છે છે તેનાથી કોઈને કશો ફરક પડતો નથી તેઓ ફક્ત પોતાની સત્તા ઈચ્છે છે. આ નેતા કોઈ એક પાર્ટીના થઈને રહેતા નથી. તેમને જ્યાં મલાઈ દેખાય છે ત્યાં તેઓ જતા રહે છે. આ ફક્ત મુસ્લિમ લોકો સાથે દગો નથી પરંતુ તે સેક્યુલર લોકો સાથે પણ દગો છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube