મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો હુંકાર, 'અમારી પાર્ટી વગર કોઈ સરકાર બની શકશે નહીં'

મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલ રાષ્ટ્રપતિ શાસન(President Rule) લાગુ છે. ભાજપ(BJP) ના નેતાઓની આજે મુંબઈમાં એક બેઠક થઈ હતી. બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે(Chandrakant Patil) આજે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈ પણ સરકાર બનવાની શક્યતા નથી. ભાજપને સૌથી વધુ 1.42 કરોડ મત મળ્યા છે. 

મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો હુંકાર, 'અમારી પાર્ટી વગર કોઈ સરકાર બની શકશે નહીં'

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલ રાષ્ટ્રપતિ શાસન(President Rule) લાગુ છે. ભાજપ(BJP) ના નેતાઓની આજે મુંબઈમાં એક બેઠક થઈ હતી. બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે(Chandrakant Patil) આજે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈ પણ સરકાર બનવાની શક્યતા નથી. ભાજપને સૌથી વધુ 1.42 કરોડ મત મળ્યા છે. સૌથી વધુ મત ભાજપને મળ્યા બાદ બીજા નંબરે એનસીપી(NCP)ને મળ્યા મછે. નંબર 2 અને નંબર વન વચ્ચે લાંબુ અંતર છે. પાટીલે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી મળીને 100નો આંકડો પણ પાર કરી શક્યા નથી. ભાજપ પાસે 119 ધારાસભ્યોનું સમર્થન છે. આવામાં ભાજપ વગર મહારાષ્ટ્રમાં કોઈ સરકાર બની શકે તેમ નથી. 

એકબાજુ જ્યાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ(Congress) -એનસીપી અને શિવસેના(Shivsena)ના નેતાઓ માથાપચ્ચી કરી રહ્યાં છે ત્યાં બીજી બાજુ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દાડમની ખેતી કરતા ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા માટે સાંગલીની મુલાકાતે છે. ઠાકરેએ સાંગલી જિલ્લાના વિટામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરી. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ફસેલા પેંચ વચ્ચે એકાએક તમામ નેતાઓને ખેડૂતોની યાદ આવી ગઈ છે. આ કડીમાં શરદ પવાર નાગપુર(Nagpur)ના પ્રવાસે છે તો ઉદ્ધવ ઠાકરે સાંગલી જઈને ખેડૂતો(Farmers)ને લુભાવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

અમારી સરકાર 5 વર્ષ ચાલશે-શરદ પવાર
એનસીપી પ્રમુખ શરદ પવારે(Sharad Pawar) આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર (Maharashtra)માં ગઠબંધન સરકાર બનશે અને 5 વર્ષ ચાલશે. તેમણે કહ્યું કે ગઠબંધન સરકાર માટે ધર્મનિરપેક્ષતા જરૂરી છે. પવારે કહ્યું કે અમે ધર્મનિરપેક્ષતાની વાતો કરતા લોકો છીએ. તેમણે કહ્યું કે સરકાર બનવાની પ્રક્રિયા ચાલુ છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓએ ગુરુવારે સાંજે એક બેઠક યોજી હતી. જેમાં સરકાર બનાવવા માટે ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમ તૈયાર કરવા માટે કમિટીની રચના કરવામાં આવી. 

આ કમિટીમાં શિવેસેના, એનસીપી અને કોંગ્રેસના 5-5 સભ્યો રાખવામાં આવ્યાં છે. સૂત્ર પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કોંગ્રેસ ઈચ્છે છે કે શિવસેના કટ્ટર હિન્દુત્વની જગ્યાએ ધર્મનિરપેક્ષતા પર ભરોસો વ્યક્ત કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news