મુંબઈ: શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે મંથન માટે કોંગ્રેસના 3 વરિષ્ઠ નેતાઓ શરદ પવારને મળવા માટે આજે મુંબઈ જવાના હતાં પરંતુ આ બધા વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા માણિકરાવ ઠાકરેએ નિવેદન આપ્યું કે "કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આજે મુંબઈ નહીં આવે. હવે કોંગ્રેસ નેતાઓની એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત બે દિવસ બાદ શક્ય છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણસર મહારાષ્ટ્રમાં લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન, જાણો મહત્વની વાતો...


એનસીપીના દિગ્ગજ નેતા અજીત પવારે પણ કહ્યું કે "એનસીપી મોડું નથી કરતી. કોંગ્રેસ બે દિવસનો સમય માંગી રહી છે. કોંગ્રેસે ભ્રમની સ્થિતિ પેદા કરી છે" ગવર્નરે સરકાર બનાવવા માટે ભાજપ, શિવસેના બાદ આજે સાંજે સાડા સાઠ વાગ્યા સુધીનો સમય એનસીપીને આપ્યો છે. પરંતુ બદલાતા રાજકીય ઘટનાક્રમને જોતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે એનસીપીને સરકાર બનાવવાના દાવા માટે કોંગ્રેસનું સમર્થન પત્ર મળવું મુશ્કેલ છે. આ કારણે જો કોંગ્રેસ પાસેથી સમર્થન પત્ર ન મળે તો એનસીપી સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે નહીં. 


'ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ધવ ક્લિન બોલ્ડ?


આ જ કારણોસર હવે બદલાતા ઘટનાક્રમને જોતા એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના ભણસારા વાગી રહ્યાં છે. કારણ કે ગવર્નરે આપેલા સમયને જોઈએ તો કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વાત બનતી જોવા મળતી નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube