મધ્ય પ્રદેશમાં જે રીતે લાડલી બહેન યોજનાએ ધૂમ મચાવી અને તે યોજના મહારાષ્ટ્રમાં પણ મહિલાઓ માટે લાવવામાં આવી ત્યારે વિપક્ષ નેતા ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર બેરોજગાર પુરુષો પર ધ્યાન ન આપતા હોવાનો મુદ્દો ઉછાળીને સરકારને ઘેરી હતી. હવે મહારાષ્ટ્રમાં બેરોજગાર યુવાઓને દર મહિને બેરોજગારી ભથ્થું આપશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હવે 'લાડલા ભાઈ યોજના'ની જાહેરાત કરી છે. જે હેઠળ બેરોજગાર યુવાઓને દર મહિને એક નિશ્ચિત રકમનું ભથ્થું મળશે. આ ભથ્થું એજ્યુકેશન પ્રમાણે આપવામાં આવશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ વાતની જાણકારી અષાઢી એકાદશીના અવસરે પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં મહાપૂજા બાદ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેક્ટરીઓમાં અપ્રેન્ટિસશીપના બદલામાં મળશે આટલું ભથ્થું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે 12મું પાસ બેરોજગાર યુવાને દર મહિને 6 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે ડિપ્લોમાધારક યુવાને દર મહિને 8000 રૂપિયા આપવામાં આવશે અને ગ્રેજ્યુએટ બેરોજગારોને દર મહિને 10,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થું યુવાઓને અપ્રેન્ટિસશીપ હેઠળ મળશે. યુવાઓને એક વર્ષ સુધી કોઈ ફેક્ટરીમાં અપ્રેન્ટિસશીપ કરવાની તક આપવામાં આવશે. આ માટે યુવાઓને ફેક્ટરીઓમાં અપ્રેન્ટિસશીપ કરવા બદલ રાજ્ય સરકાર પૈસા આપશે.  શિંદેએ કહ્યું કે લાડલા ભાઈ યોજના હેઠળ અમારી સરકાર યુવાઓને રોજગાર સાથે જોડવાની કોશિશ કરશે.  આ યુવાઓ ફેક્ટરીઓમાં કામ કરશે અને પછી તેમને પૈસા મળશે. જે અનુભવ મળશે અને તે અનુભવના આધારે તેમને નોકરી પણ મળી જશે. અત્રે જણાવવાનું કે ઈતિહાસમાં પહેલીવાર બેરોજગારીનું સમાધાન શોધવા માટે કોઈ સરકારે આવી યોજના રજૂ કરી છે. 


ગેમચેન્જર બની શકે યોજના
મહારાષ્ટ્રમાં આ ચૂંટણીનું વર્ષ છે. આ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી આવી શકે છે. હાલની સરકારનો કાર્યકાળ 26 નવેમ્બર 2024ના રોજ પૂરો થઈ ર હ્યો છે. તે પહેલા જ વિધાનસભા ચૂંટણી થવાની છે. આવામાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આ જાહેરાત ગેમચેન્જર સાબિત થઈ શકે છે. તેના દ્વારા શિંદે યુવા વોટબેંકને મોટાપાયે સાધવામાં સફળ થઈ શકે છે. 


ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યો હતો બેરોજગારીનો મુદ્દો
મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા શિવસેના (UBT) ના  અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ થોડા સમય પહેલા રાજ્યમાં બેરોજગારી ખતમ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું. ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ચૂંટણી પહેલા શિંદે સરકાર જનકલ્યાણકારી યોજનાઓ જાહેર કરી રહી છે. મધ્ય પ્રદેશની તર્જ પર લાડલી બહેન યોજના શરૂ કરાઈ છે. પરંતુ છોકરાઓ માટે શું થઈ રહ્યું છે. છોકરા-છોકરીમાં ભેદભાવ કેમ રાખવામાં આવી રહ્યો છે?