Maharashtra Political Crisis: ભત્રીજા અજિત પવાર નહીં પણ શરદ પવારને આ નેતાના બળવાથી લાગ્યો ઝટકો, પવારના હતા ખાસમખાસ
Sharad Pawar:શરદ પવારને સૌથી મોટો ઝટકો તેમના ભત્રીજા અજિત પવારે નહીં પરંતુ આ દિગ્ગજ નેતાએ આપ્યો છે. તેમના બળવાથી શરદ પવાર ચોંકી ગયા છે અને પાર્ટીમાં પણ સન્નાટો છવાઈ ગયો છે. આ દિગ્ગજ નેતાએ એવો પણ સંકેત આપ્યો છે કે અગાઉ અનેક નિર્ણયોમાં તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો.
શરદ પવારના ખૂબ જ નજીકના અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે ભાજપ સાથે જવા અંગે ખુલાસો કર્યો છે. પટેલે કહ્યું કે અમે ભાજપ સાથે જઈશું તો તે પણ અમારી સાથે આવી જાય. આજની પરિસ્થિતિમાં લેવાયેલો નિર્ણય મહારાષ્ટ્રની ભલાઈ માટે છે. NCP તરીકે જ નિર્ણયો લેવામાં આવ્યા છે. પાર્ટીના ધારાસભ્યોનું સમર્થન અજિત પવારની સાથે છે. બીજી તરફ સુપ્રિયા સુલે સાથે મતભેદના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેમના વિચારો અલગ છે. પરંતુ પાર્ટીમાં નિર્ણય લેવામાં આવે છે, દરેક તેનું પાલન કરે છે.
અજિત પવારને સન્માનજનક મંત્રાલય મળશે. NCP મંત્રીઓને શિંદે કેબિનેટમાં સન્માન સાથે યોગદાન આપવાની તક મળશે. પ્રફુલ્લ પટેલને પૂછવામાં આવ્યું કે એકનાથ શિંદે જૂથના નેતાઓ લોકસભા ચૂંટણીમાં 22 બેઠકોની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં NCPને કેટલી સીટો મળશે? તેના જવાબમાં પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે આ અંગે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રમાં મંત્રી બનવાના સવાલ પર પ્રફુલ્લ પટેલે ના પાડી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમણે ગૃહમંત્રી કે કેન્દ્રના નેતાઓ સાથે આ વિષય પર ચર્ચા થઈ નથી.
દેવેન્દ્ર ફડણવીસે આ ગઠબંધનમાં અહમ ભૂમિકા નિભાવી છે. પ્રફુલ્લ પટેલે દાવો કર્યો હતો કે બહુમતના આધારે ભાજપ સાથે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. એકલા અજિત પવારે આ નિર્ણય લીધો નથી. એક ઈશારામાં તેમણે શરદ પવાર પર આરોપ લગાવ્યો કે અત્યાર સુધી લેવામાં આવેલા નિર્ણયોમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓના અભિપ્રાય લેવામાં આવ્યા નથી.
અજીતની એન્ટ્રી સીએમ શિંદે માટે ખતરો!
NCPના 40 ધારાસભ્યો સાથે શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થયા છે. અજિત પવાર અને તેમના આઠ મંત્રીઓને આજે ક્યા ખાતાઓ મળશે એ ફાયનલ થઈ જશે. દરમિયાન શિવસેના ઉદ્ધવ જૂથના મુખપત્ર સામનામાં એક સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. મુખપત્રમાં કહેવામાં આવ્યું છે કે પવાર નાયબ મુખ્યમંત્રી પદ માટે ત્યાં ગયા નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ટૂંક સમયમાં ગેરલાયક ઠેરવવામાં આવશે અને પવારને તાજ પહેરાવવામાં આવશે. 'સામના' અનુસાર, જે પણ થયું છે, રાજ્યની જનતાને તે ગમશે નહીં. આ મરાઠી દૈનિકમાં દાવો કરવામાં આવ્યો છે કે અજિત પવારનું પગલું મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે ખરેખર ખતરનાક છે.
મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં બહુ જલદી થશે મોટો 'ખેલ', આ દિગ્ગજ નેતા ટેન્શનમાં!
ઐતિહાસિક સ્તરે પહોંચ્યું શેરબજાર, રોકાણકારો ખુશખુશાલ, માર્કેટમાં તેજીના 5 કારણ
Alto અને WagonR કરતા પણ વધુ માઈલેજ આપે છે આ કાર, કિંમત પણ ઓછી, ખરીદવા માટે પડાપડી!
દરમિયાન, પવાર અને તેમની પુત્રી સુપ્રિયા તેમની પાર્ટીના ધારાસભ્યોને સાથે રાખવાના પ્રયાસમાં વ્યસ્ત છે. સુપ્રિયા બળવા પર કાનૂની કાર્યવાહી માટે ચર્ચામાં વ્યસ્ત છે, ત્યારે શરદ પવાર આજે સતારામાં રેલી કરી રહ્યા છે. આને ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીને એકજૂટ રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ અજિત જૂથના તમામ મંત્રીઓ જેમણે પદના શપથ લીધા હતા તેઓ આજે સવારે અજિત પવારના નિવાસસ્થાને બેઠક કરી રહ્યા છે.
સતારામાં પવારનું શક્તિ પ્રદર્શન
આ બધા વચ્ચે એનસીપી ચીફ શરદ પવાર આજે મહારાષ્ટ્રના સતારા પહોંચ્યા અને ત્યાં કાર્યકરો સાથે વાતચીત કરી. આ અવસરે શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રે પોતાની તાકાત દેખાડવી પડશે. મહારાષ્ટ્રમાં જાતિવાદ નહીં ચાલે, ધર્મના નામે દરાર પાડવાની કોશિશ થઈ રહી છે. ચૂંટાયેલી સરકારોને પાડવામાં આવી રહી છે. દરેક ફરીથી નવી શરૂઆત કરશે. આજે દેશ અને મહારાષ્ટ્રમાં કેટલાક સમૂહો તરફથી જાતિ અને ધર્મના નામે સમાજ વચ્ચે તિરાડ પાડવામાં આવી રહી છે. અમે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રની સેવા કરી રહ્યા હતા પરંતુ કેટલાક લોકોએ અમારી સરકાર પાડી દીધી. દેશના કેટલાક અન્ય ભાગોમાં પણ આવું જ થયું.
અજિત પવાર જૂથના દાવાને ખોટો ઠેરવ્યો
એનસીપી મહારાષ્ટ્રના અધ્યક્ષ જયંત પાટિલે કહ્યું કે અમે ગઈ કાલે રાતે વિધાનસભા અધ્યક્ષને એક અરજી મોકલી છે. અમે તેમને અમારી વાત સાંભળાની અપીલ કરી છે. વિધાનસભામાં અમારી પાર્ટીના વિધાયકોની સંખ્યા 53 છે જેમાંથી 9એ પક્ષપલટો કર્યો છે. બાકી અમારી સાથે છે. અમે તેમને પાછા આવવાની યોગ્ય તક આપીશું પરંતુ જે પાછા નહીં આવે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube