મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં પણ ફફડાટ, બહુ જલદી થશે મોટો 'ખેલ', આ દિગ્ગજ નેતા ટેન્શનમાં!
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં બળવાનો ગણગણાટ જોર પકડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મહારાષ્ટ્રમાં થયું તે બહુ જલદી બીજા એક રાજ્યમાં પણ થઈ શકે છે.
Trending Photos
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં બળવાનો ગણગણાટ જોર પકડી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મહારાષ્ટ્રમાં થયું તે બહુ જલદી બીજા એક રાજ્યમાં પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં એનસીપી( NCP) ના બે ફાડિયા પડ્યા બાદ હવે દેશના અન્ય એક રાજ્યમાં પણ બળવાની અટકળો જોર પકડી રહી છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ રાજ્યમાં જલદી મહારાષ્ટ્ર જેવું જોવા મળી શકે છે.
ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ આ અંગે એક મોટો દાવો કર્યો છે. સુશીલ મોદીએ કહ્યું કે નીતિશકુમાર મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપથી ડરી ગયા છે અને પોતાના વિધાયકો સાથે વન ટુ વન બેઠક કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ યુપી-બિહારના રાજકારણ અંગે મોટો દાવો કર્યો છે.
બિહારમાં બનશે મહારાષ્ટ્ર જેવી સ્થિતિ?
ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે બિહારમાં પણ મહારાષ્ટ્ર જેવી સ્થિતિ બની શકે છે. જેની શક્યતા જોતા નીતિશકુમારે વિધાયકો સાથે અલગ અલગ વાત કરવાની શરૂ કરી દીધી છે. સુશીલ મોદીએ એમ પણ કહ્યું કે શરદ પવારની પાર્ટી એનસીપીમાં વિદ્રોહ વિપક્ષની એક્તાની પટણા બેઠકનું પરિણામ છે. જેમાં રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવા માટે જમીન તૈયાર થઈ રહી હતી.
રાજકારણમાં ઉલટફેરની ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં થયેલી ઉથલપાથલ બાદ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ફૂટ પડવાનો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે બિહારથી નીતિશકુમાર અને યુપીથી જયંત ચૌધરી જલદી NDA નો ભાગ બની શકે છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ
નોંધનીય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે મોટો ખેલ થઈ ગયો. મહાવિકાસ આઘાડીની તાકાત ગણાતા NCP ને મોટો ઝટકો લાગ્યો. 2024ના મહામુકાબલા પહેલા વિપક્ષી એક્તાને મહારાષ્ટ્રમાં મોટો આંચકો લાગ્યો. એનસીપીમાં નંબર 2નું કદ ધરાવતા અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો પોકાર્યો અને મહારાષ્ટ્રના સત્તાધારી શિંદે-ફડણવીસ સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે જોડાઈ ગયા.
NCP ના બે ફાડિયા
અજિત પવાર ઉપરાંત તેમના 8 અન્ય ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં મજુબ 53માંથી લગભગ 40 વિધાયકો અજિત પવારને પડખે આવી ગયા છે. આવામાં કાકા શરદ પવાર અને NCP માં આ તૂટ મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે પાર્ટી કાર્યકરો વચ્ચે પોસ્ટર વોર પણ જોવા મળી. એનસીપી ઓફિસમાં લાગેલી છગન ભૂજબળની તસવીરોને નારાજ કાર્યકરોએ બહાર કાઢી અને તેના પર કાળું સ્પ્રે કર્યું.
એટલું જ નહીં ત્યારબાદ અનેક જગ્યાઓ પર બળવો કરનારા નેતાઓની તસવીરો પર આ પ્રકારે કાળો રંગ પોછવામાં આવ્યો. ભાજપ-શિવસેના ગઠબંધનને સમર્થન આપીન સરકારમાં સામેલ થવાનો અજિત પવારનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એક્તા માટે મોટો ઝટકો છે. NCP માં આવેલા આ ભૂકંપ બાદ જ્યારે પાર્ટી પ્રમુખ શરદ પવાર મીડિયા સામે આવ્યા તો તેમના પર અનેક સવાલ થયા જો કે પત્રકારો સામે તેમણે પોતાનો આત્મવિશ્વાસ ઓછો થવા ન દીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે