ગડકરી નાગપુરથી મુંબઇ રવાના, કોંગ્રેસ ધારાસભ્યોને મોકલી રહી છે જયપુર
મહારાષ્ટ્ર (Maharashtra Assembly Elections 2019)ના પળપળમાં બદલાતા રાજકીય માહોલ વચ્ચે કેંન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નાગપુરથી મુંબઇ માટે રવાના થઇ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે શિવસેના સાથે સરકાર રચવાના મુદ્દે ગુંચવાયેલા કોકડા વિશે વાતચીત માટે તે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા.
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra Assembly Elections 2019)ના પળપળમાં બદલાતા રાજકીય માહોલ વચ્ચે કેંન્દ્રીય મંત્રી નિતિન ગડકરી નાગપુરથી મુંબઇ માટે રવાના થઇ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે શિવસેના સાથે સરકાર રચવાના મુદ્દે ગુંચવાયેલા કોકડા વિશે વાતચીત માટે તે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા. તેમના આગમન પર શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે નિતિન ગડકરી મુંબઇના નિવાસી છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ગડકરી પાસે સરકાર રચવાનો ફોર્મૂલા છે તો તેમણે કહ્યું કે જો અઢી વર્ષના મુખ્યમંત્રીનો ગડકરી પાસે પત્ર છે તો ઉદ્ધવ ઠાકરેને હું જણાવીશ. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રા, દિલ્હી સામે ક્યારેય ઝુકશે નહી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ક્યારે ઝૂક્યા નથી. મહારાષ્ટ્ર અમારું છે.
રાજકીય જોડતોડ અને ભાજપના કોંગ્રેસી ધારાસભ્યોના સંપર્કમાં હોવાની વાત પર તેમણે કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્યો પર કર્ણાટકનો ફોર્મૂલા અહીં નહી ચાલે. મુખ્યમંત્રીએ સંવિધાનના અનુસાર આજે રાજીનામું આપવું પડશે. અયોધ્યા કેસમાં કોર્ટના સંભવિત ચૂકાદા પર સંજય રાઉતે કહ્યું કે અયોધ્યા કેસમાં સલાહ આપવાની જરૂર નથી. શિવસેનાનું યોગદાન કોઇ નકારી ન શકે. કોર્ટનો ચૂકાદો અમે માનીશું.
કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષા, કુલ્લૂમાં ફસાયેલા 48 વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયા
કોંગ્રેસની ચિંતા
આ દરમિયાન શિવસેના બાદ હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઇને ચિંતિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને જયપુર મોકલી રહી છે. આ દરમિયાન નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વડ્ડેત્તિવારના બંગલા પર કોંગ્રેસ નેતાઓ અને ધારાસભ્યોની બેઠક થઇ રહી છે.
શિવસેના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 12 વાગે શિવસેના ભવનમાં પાર્ટી નેતાઓ અને જિલ્લા પ્રમુખોની બેઠક બોલાવી છે. તે પહેલાં ગુરૂવારે રાજકીય તોડજોડની આશંકા વચ્ચે શિવસેના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. રંગશારદા હોટલમાં મોડી રાત સુધી આદિત્ય ઠાકરે ધારાસભ્યોની વચ્ચે હાજર રહ્યા હતા.
ટૂંક સમયમાં નિવૃત થવાના છે CJI, સુપ્રીમ કોર્ટમાં 3 દિવસમાં આવશે 5 મહત્વપૂર્ણ ચૂકાદા
જોકે શિવસેનાઅ નેતા રામદાસ કદમ, એકનાથ શિંદે, અનિલ દેસાઇ અને પ્રતાબ સરનાઇક એકસાથે લગભગ 10:20 મિનિટ પર રંગશારદા હોટલ પર પહોંચ્યા હતા. રાત્રે 11:15 વાગે આદિત્ય ઠાકરે ધારાસભ્યોની વચ્ચે પહોંચ્યા હતા. શિવસેના ધારાસભ્યોને મળ્યા બાદ મોટાભાગના નેતાએ લગભગ રાત્રે ત્રણ વાગ્યા પછી પોતાના ઘર તરફ પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ એકનાથ શિંદે આખી રાત તે ધારાસભ્યોની સાથે હોટલમાં હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેના દ્વારા હોટલમાં લઇ જવામાં આવેલા બધા ધારાસભ્યો મોડી રાત સુધી લોબીમાં રોકાયા હતા. આ દરમિયાન એકનાથ સિહંદે પોતે ધારાસભ્યો વચ્ચે રહીને તેમની દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. સવારે લગભગ 3:50 વાગ્યાની આસપાસ ધારાસભ્યો પોતાના રૂમમાં આરામ કરવા માટે ગયા પરંતુ એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે હોટલની લોબીમાં હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube