કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષા, કુલ્લૂમાં ફસાયેલા 48 વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયા

હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં બુધવારે રાતથી ભારે હિમવર્ષા થઇ રહી છે. એક તરફ ખુશનુમા વાતાવરણ થઇ ગયું છે તો બીજી તરફ પ્રવાસીઓ ફસાયા છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર, હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાના ગુલાબા એરિયામાં ભારે હિમવર્ષાને લીધે આસામથી આવેલા 48 વિદ્યાર્થીઓ પસાયા છે. ગુરૂવારે 'ટીમ રેપ્ટર્સ'એ આ વિદ્યાર્થીને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે. 

Updated By: Nov 8, 2019, 10:53 AM IST
કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષા, કુલ્લૂમાં ફસાયેલા 48 વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયા

કુલ્લૂ: હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં બુધવારે રાતથી ભારે હિમવર્ષા થઇ રહી છે. એક તરફ ખુશનુમા વાતાવરણ થઇ ગયું છે તો બીજી તરફ પ્રવાસીઓ ફસાયા છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર, હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાના ગુલાબા એરિયામાં ભારે હિમવર્ષાને લીધે આસામથી આવેલા 48 વિદ્યાર્થીઓ પસાયા છે. ગુરૂવારે 'ટીમ રેપ્ટર્સ'એ આ વિદ્યાર્થીને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે. 

5 અઠવાડિયા બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો ભાવ

તમને જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશના યુવાનો દ્વારા બનાવવામાં આવેલી 'ટીમ રેપ્ટર્સ' હિલી એરિયામાં ફસાયેલા લોકોની મદદ કરે છે. આ ટીમે અસમના આ 48 વિદ્યાર્થીઓને ગુલાબાથી રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળ પર પહોંચ્યા હતા. જાણકારી અનુસાર કુલ્લૂના ગુલાબા એરિયામાં ખૂબ વધુ હિમવર્ષા થાય છે. 

બીજી તરફ કાશ્મીરમાં બુધવાર-ગુરૂવારની રાત્રે વર્ષની પહેલી હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. રાજ્યોના જાણિતા પર્યટન સ્થળ ગુલમર્ગમાં બરફની સફેદ છવાઇ ગઇ છે. હિમવર્ષાની મજા માણવા માટે પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે તો બીજી તરફ આ હવામાન વિભાગે સ્થાનિક નાગરિકોની ઓળખ વધારી દીધી છે. કશ્મીરને દેશ સાથે જોડનાર બધા રાષ્ટ્રીય માર્ગો અવર-જવર બંધ કરી દીધી છે. 

92 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, જન્મદિવસ પર PM મોદીએ કંઇક આ રીતે પાઠવી શુભેચ્છા

હવામાન વિભાગના ડેપ્યુટી નિર્દેશક મુખ્યાત અહમદે જણાવ્યું હતું કે ''એક અડવાઇઝરી જાહેર કરી અમે વહીવટીતંત્રથી માહિતગાર કર્યા છે કે 6 નવેમ્બર થી 8 નવેમ્બર સુધી જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. જેથી ટ્રાફીક પર અસર પડી શકે છે. તેનાથી જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ સહીત મુગલ રાજમાર્ગ બંધ થઇ શકે છે અને આ 7 નવેમ્બર મધરાતથી લાગૂ થશે અને 8 નવેમ્બર બપોર સુધી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube