Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેની બેઠક પહેલા શિંદેનો ધડાકો, 38 MLAના સમર્થનનો પત્ર જાહેર કર્યો
Maharashtra Political Crisis Latest Updates: શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં લગભગ 50 વિધાયકોના બળવા બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શિવસેનાએ આ મુદ્દે આજે પોતાની કાર્યકારિણી બેઠક પણ બોલાવી છે.
Maharashtra Political Crisis Latest Updates: શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં લગભગ 50 વિધાયકોના બળવા બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. શિવસેનાએ આ મુદ્દે આજે પોતાની કાર્યકારિણી બેઠક પણ બોલાવી છે. આ બેઠક આજે બપોરે 1 વાગે મુંબઈના શિવસેના ભવનમાં થશે. સીએમ ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાશે અને પાર્ટીના પદાધિકારીઓને હાલની સ્થિતથી માહિતગાર કરીને આગળની સલાહ માંગી શકે છે.
વિધાયકો અને તેમના પરિવારની સુરક્ષાની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની
શિવસેનાના વિધાયકો અને તેમના પરિવારોની સુરક્ષા પાછી લેવાના નિર્ણય બાદ એકનાથ શિંદેએ કહ્યું કે આ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહ મંત્રીના આદેશ બાદ લેવાયો છે. તેમણે કહ્યું કે શિવસેનાના વિધાયકોની સુરક્ષા પાછી લેવાનો નિર્ણય બદલાની કાર્યવાહીનો છે. તેમણે કહ્યું કે વિધાયકોની અને તેમના પરિવારોની સુરક્ષાની જવાબદારી સરકારની છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube