Maharashtra Political Crisis Updates: મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર ખતરામાં જોવા મળી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેટલાક ધારાસભ્ય જોશમાં છે. એવો દાવો પણ કરી દીધો છે કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર હશે. જોકે ભાજપ માટે આ એટલું સરળ નહી હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાત તો એ છે કે એકનાથ શિંદે સાથે આટલા ધારાસભ્ય બાગી થયા નથી, જેથી તે લોકો પક્ષપલટૂ વિરોધી કાયદાથી બચી શકે. સાથે જ જાણકારોનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી મહાવિકસ અઘાડી સરકારને પાડીને ફરીથી ચૂંટણીમાં જીતીને સરકાર બનાવી શકે છે.


સીએમ ઉદ્ધવની ખુરશી ખતરામાં 
મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે. આવા જ એક મંત્રી એકનાથ શિંદે બાગી હોવાના કારણે થયું છે. તેમણે પહેલાં ધારાસભ્યોની સાથે મળીને MLC ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કર્યું. તેનો ફાયદો ભાજપને મળ્યો. પછી તે ધારાસભ્યોની સાથે સુરત જતા રહ્યા હતા. શિંદેનો દાવો છે કે તેમની સાથે 26 ધારાસભ્ય છે. માનવામાં આવે છે કે શિંદે ઉદ્ધવને અપીલ કરશે કે તે એનસીપીનો સાથ છોડીને ફરીથી ભાજપ સાથે ગઠબંધન કરે. જો આમ ન થયું તો બાગી ધારાસભ્યો રાજીનામું આપે શકે છે. 

કોણ છે એકનાથ શિંદે, જેને ગણવામાં આવતા હતા 'માતોશ્રી' ના વફાદાર! ઉદ્ધવને આપ્યો આંચકો


શું કહે છે મહારાષ્ટ્રનું ગણિત
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને મળીને કુલ 26 ધારાસભ્યો બાગી થયા છે. તેમાં કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ સામેલ છે. આ બાગી ધારાસભ્યો પક્ષપલટૂ વિરોધી કાનૂન જાળમાં આવી શકે છે. જોકે શિવસેનાના મહારાષ્ટ્રમાં 55 ધારાસભ્ય છે. તેનો બે તૃતિયાંશ 36.6 થાય છે. જો એકનાથ શિંદે સાથે 37 ધારાસભ્ય આવી જાય તો તે લોકો પક્ષપલટા વિરોધી કાયદાના દાયરાની બહાર હશે. પરંતુ અત્યારે એવું દેખાતું નથી.  

Maharashtra Politics: શિવસેનાના 'બાગી' ધારાસભ્યોએ મુકી શરત, સીએમ ઉદ્ધવ પાસે કરી મોટી ડિમાન્ડ


એ વાત સ્પષ્ટ છે કે ભાજપને પણ સમજાઇ રહી છે. ભાજપનો પ્રયત્ન રહેશે કે રાજ્યમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવશે. પછી વધુ સીટ જીતવાનો પ્રયત્ન કરીને સરકાર બનાવવાનું ભાજપ પ્લાનિંગ ભાજપ કરી રહી છે. ભાજપ ઇચ્છે છે કે MVA સરકારને પાડી દેવામાં આવે. ફરી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થાય. ફરી રાજ્યમાં ચૂંટણી યોજાય, જેમાં જીત નોંધાવે. 


મહારાષ્ટ્રની વિધાનસભામાં કુલ 288 સભ્ય છે. તે દ્રષ્ટિએ સરકાર બનાવવા માટે 145 ધારાસભ્ય જોઇએ. શિવસેનાના એક ધારાસભ્યનું નિધન થઇ ગયું છે, જેના લીધે હવે 287 ધારાસભ્ય બચ્યા છે અને સરકાર માટે 144 ધારાસભ્ય જોઇએ. બગાવત પહેલાં શિવસેનાની નેતૃત્વમાં બનેલા મહા વિકાસ અઘાડીના 169 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું હતું જ્યારે ભાજપ પાસે 113 ધારાસભ્ય અને વિપક્ષમાં 5 અન્ય ધારાસભ્ય છે. 


આ 26 ધારાસભ્ય થયા બાગી
તાનાજી સાવંત 
બાલાજી કલ્યાણકર 
પ્રકાશ આનંદરાવ આબિટકર 
એકનાથ શિંદે 
અબ્દુલ સત્તાર
સંજય પાંડુરંગ 
શ્રીનિવાસ વનગા
મહેશ શિંદે
સંજય રાયમુલકર
વિશ્વનાથ ભોએર
સંદીપન રાવ ભૂમરે
શાંતારામ મોરે
રમેશ બોરનારે
અનિલ બાબર 
ચિંમણરાવ પાટીલ
શંભૂરાજ દેસાઇ
મહેન્દ્ર દલવી
શાહાજી પાટીલ 
પ્રદીપ જૈસ્વાલ
મહેન્દ્ર થોરવે
કિશોર પાટીલ
જ્ઞારજ ચૌગલે
બાલાજી કિણીકર
ભરતશેત ગોગાવલે
સંજય ગાયકવાડ
સુહાસ કાંદે


કેવી શિંદેએ બગાડી દીધું ઉદ્ધવ ઠાકરેનું ગણિત?
એકનાથ શિંદેની સાથે બગાવત કરનાર 26 ધારાસભ્ય છે, જે ઉદ્ધવ સરકાર સાથે હતા. એવામાં હવે ઉદ્ધવ સરકાર આથે આ 26 ધારાસભ્યોનું સમર્થન હટાવે દે છે તો 143 ધારાસભ્ય બાકી રહે છે. એવામાં અપક્ષ તથા અન્ય નાની પાર્ટીઓના 2 થી 3 ધારાસભ્ય જો ઠાકરે સરકારનો સાથ છોડી દે છે તો એ લગભગ નક્કી છે કે ઠાકરે સરકાર માટે વિધાનસભામાં બહુતમત સાબિત કરવો મુશ્કેલ બની જશે. આ પ્રકારે બહુમત ઓછા નંબર પર મહા વિકાસ આઘાડી આવી ગઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube