કોણ છે એકનાથ શિંદે, જેને ગણવામાં આવતા હતા 'માતોશ્રી' ના વફાદાર! ઉદ્ધવને આપ્યો આંચકો

Maharashtra Political Crisis: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેનામાં ફૂટ પડવાના સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે શિવસેના સંપર્ક થઇ રહ્યો નથી. આ ઉપરાંત શિવસેનાના અન્ય 21 ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઇ રહ્યો નથી. તેને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. 

એકનાથ શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી 1964 ના રોજ થયો હતો અને હાલમાં મહારાષ્ટ્ર સરકારના નગર વિકાસમંત્રી છે. એકનાથ શિંદે શરૂથી જ શિવસેના સાથે જોડાયેલા છે અને હાલમાં ઠાણેની પછપાખડી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. તે મહારાષ્ટ્ર વિધાનસભામાં સતત 4 વાર 2004, 2009, 2014 અને 2019 માં ચૂંટાયા છે. એકનાથ શિંદે સીએમ ઉદ્ધવ ઠાકરેના અંગત ગણવામાં આવે છે અને તેમને 'માતોશ્રી'ના વફાદાર ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે માતોશ્રી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકારેના આવાસનું નામ છે. 

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image

Trending Photos