મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે અને આવા સમયે ત્યાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)એ બુધવારે એક મોટો દાવો કર્યો કે આરએસએસ સંલગ્ન મરાઠી સાપ્તાહિકમાં ભાજપ અને એનસીપીના ગઠબંધન પર સવાલ ઉઠાવનારો એક રિપોર્ટ ડેપ્યુટી સીએમ અજીત પવારને મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન છોડવાનો એક સુક્ષ્મ સંદેશ છે. આરએસએસ સંલગ્ન પ્રકાશન વિવેકનો દાવો છે કે અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીની સાથે ગઠબંધન બાદ મહારાષ્ટ્રમાં મતદારોની ભાવનાઓ ભાજપ વિરુદધ થઈ જેના પરિણામ સ્વરૂપે ભગવા પાર્ટીનું પ્રદર્શન બગડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રકાશન દ્વારા કરાયેલા એક અનૌપચારિક સર્વે મુજબ ભાજપના સભ્યોએ પવાર સાથે હાથ મિલાવવાના પાર્ટીના નિર્ણયનો અસ્વીકાર કર્યો. અજીત પવારે કાકા શરદ પવારની એનસીપીને તોડી અને ગત વર્ષે જુલાઈમાં મહાયુતિમાં જોડાઈ ગયા. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના સભ્યોની સંખ્યા ઘટીને 9 થઈ ગઈ. શિવસેના અને એનસીપીના ક્રમેશ સાત અને એક સભ્યો જીત્યા. જેનાથી ઉલ્ટું મહાવિકાસ આઘાડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને 48માંથી 30 સીટો જીતી. 


બુધવારે એનસીપી(શરદ પવાર)ના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ દાવો કર્યો કે ભાજપને અહેસાસ થઈ ગયો છે કે અજીત પવારના નેતૃત્વવાળી પાર્ટી સાથે તેમનું ગઠબંધન મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરે તો નુકસાન પહોંચી શકે છે. તેમણે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે મહારાષ્ટ્રના લોકોએ મોટા પાયે એનસીપી (શરદ પવાર)ના પક્ષમાં મતદાન કર્યું છે. ભાજપ પણ સમગ્ર મામલે સાવધાનીથી કામ કરી રહ્યું છે. કારણકે તેને પણ ચૂંટણી જીતવી છે. પરંતુ ડેપ્યુટી સીએમ અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીના સાથે તેનું ગઠબંધન તેમને લોકસભાની ચૂંટણીની જેમ હરાવનારું છે. 


તેમણે વધુમાં કહ્યું કે સાપ્તાહિક (વિવેક) દ્વારા ભાજપ પોતાને અજીત પવારથી દૂર કરવાની કોશિશ કરે છે. કદાચ તેમને કોઈને કોઈ રીતે મહાયુતિ  છોડવા માટે કહે છે. ક્રેસ્ટોએ દાવો કર્યો કે મહારાષ્ટ્રના મતદારોએ ભાજપના એનસીપી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથેના ગઠબંધનને સ્વીકાર્યું નથી. તેમણે  કહ્યું કે અજીત પવારને સાથે લાવવાના નિર્ણયે ભાજપ માટે પરેશાની ઊભી કરી છે. જેના કારણે પાર્ટીને મહારાષ્ટ્રમાં અનેક લોકસભા બેઠકો ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રના ચૂંટણી રાજકારમમાં આ હાલની હકીકત છે. એવું લાગે છે કે લોકોએ ભાજપના એનસીપી અને એ જ રીતે શિંદેના નેતૃત્વવાળી શિવસેના  સાથેના ગઠબંધનને સ્વીકાર્યું નથી. 


25 સભ્યોએ છોડી પાર્ટી
અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ મુજબ પિંપરી ચિંચવડના એનસીપી પ્રમુખ અજીત ગવ્હાણે સહિત 25 નેતાઓ પાર્ટી છોડીને એનસીપી (શરદ પવાર)માં જોડાઈ ગયા છે. જેને અજીત પવારના નેતૃત્વવાળી એનસીપી માટે એક મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.