Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય ભૂકંપ આવી ગયો છે અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના 35 ધારાસભ્યો સાથે પાર્ટીનો સંપર્ક થઇ રહ્યો નથી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે, જેમણે કહ્યું કે ઉદ્ધવ ઠકારે સરકાર પર કોઇ સંકટ નથી. ત્યારે હવે મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના શિવસેનાથી નારાજ થયા બાદ રાજ્યની રાજકીય સ્થિતિ પરિસ્થિતિ બદલાઇ રહી છે. એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યો સથે ગુજરાતની હોટલમાં રોકાયેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એકનાથ શિંદે સાથે 21 ધારાસભ્ય છે. આ ધારાસભ્યોએ શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ શરત મુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના અનુસાર એકનાથ શિંદે સાથે રહેનાર ધારાસભ્યોએ પોતાની શરત મૂકી છે કે કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધ તોડે, તો અમે શિવસેનામાં રહીશું. આ ધારાસભ્યો ઇચ્છે છે કે શિવસેના એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપ સાથે સરકાર બનાવે. 


શિવસેનામાં પડી ફૂટ
સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં મોટી ફૂટ પડી ગઇ છે. શિવસેનામાં નંબર બેના નેતા એકનાથ શિંદે પોતાની પાર્ટીથી થોડા દિવસોથી નારાજ છે અને સોમવારે વિધાન પરિષદમાં મતદાન કર્યા બાદ તે પોતાના સમર્થક ધારાભ્યો સુરત નિકળી ગયા, જેના લીધે મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં છે. 


તો બીજી તરફ આ સમાચાર બાદથીજ અ રાજ્યમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે.  MVA ની સહયોગી પાર્ટીઓ સતત બેઠક કરી આ ક્રાઇસિસનો સામનો કરવા વિચાર કરી રહી છે તો બીજી તરફ શિવસેનાના ઘણા નેતા નારાજ એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સાથે સંપર્ક કરવાના પ્રયત્ન કરી રહી છે જેથી સરકાર સાથે ખતરો ટાળી શકાશે. 


શિવસેનામાં આ ક્રાઇસિસ અચાનક પેદા થયા નથી, પરંતુ ઘણા દિવસોથી એકનાથ શિંદેની નારાજગી સામે આવી રહી હતી, જેને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નજરઅંદાજ કરી રહ્યા હતા અને હવે તેમની નારાજગીનો વિસ્ફોટ થયો છે. 

કોણ છે એકનાથ શિંદે, જેને ગણવામાં આવતા હતા 'માતોશ્રી' ના વફાદાર! ઉદ્ધવને આપ્યો આંચકો


મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવારે કરી પત્રકાર પરિષદ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર શરદ પવારે મહત્ત્વનું નિવેદન આપ્યું છેકે, મહારાષ્ટ્રમાં આવું ત્રીજીવાર થઈ રહ્યું છે. આ અગાઉ પહેલાં પણ બે વાર આવી સ્થિતિ ઉભી થઈ હતી. એનસીપીમાં કોઈ બગાવત નથી. છેલ્લાં અઢી વર્ષથી સરકાર બરોબર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હાલ બદલાવની કોઈ જ જરૂર નથી. મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ એક રાજકીય ષડયંત્ર છે. અમારા ધારાસભ્યોએ કોઈપણ પ્રકારનું ક્રોસ વોટિંગ કર્યું નથી. હું આશ્વાસન આપું છું કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારને કોઈ ખતરો નથી, ડરવાની કોઈ જરૂર નથી. 


એટલું નહીં ઉદ્ધવ સરકારનું પતન થાય તો પણ ભાજપ સાથે ન જવાના સંકેત એનસીપી અધ્યક્ષ શરદ પવારે આપી દીધાં છે. એટલું નહીં શરદ પવારે એ પણ જણાવ્યુંકકે, એકનાથ શિંદેની નારાજગી એનસીપીથી નહીં પણ શિવસેનાથી છે. આ મામલે અમે શિવસેનાના નિર્ણયની સાથે રહીશું.

Maharashtra Political Crisis: રાજકીય ઘમાસાણ પર સંજય રાઉતનું નિવેદન, સરકાર પડવાને લઇને કહી આ વાત


આ પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થયા બાદ શિવસેના નેતા સંજય રાઉતે પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે પાર્ટીના કેટલાક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે સંપર્ક થઇ રહ્યો નથી. જોકે આ સાથે જ તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠકારે સરકાર પર કોઇ સંકટ નથી, સરકાર માટે કોઇ વાવાઝોડું કે ભૂકંપ આવશે નહી. 


સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે ભાજપને સફળતા મળી નથી. તેમણે કહ્યું કે ભાજપ પહેલાં પણ હાથ અજમાવી ચૂકી છે, પરંતુ સફળતા ન મળી અને આ વખતે પણ સફળતા મળી નથી. મહારાષ્ટ્ર સરકારને હલવા નહી દે અને જલદી જ તમામ ધારાસભ્યો પરત આવી જશે.  


તમને જણાવી દઇએ કે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શિવસેનાના 35 ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં નથી. શિવસેનાના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે પણ શિવસેનાનો સંપર્ક થઇ રહ્યો નથી. જે ગુજરાતના સુરતની હોટલમાં રોકાયેલા છે. આ ઉપરાંત પાર્ટેના અન્ય 34 ધારાસભ્યો સાથે પણ સંપર્ક થઇ રહ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube