મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકારમાં આખરે મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ. આ ફાળવણીમાં શિવસેના (Shivsena)  પાસે મહત્વના ખાતા ગયા છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ની પાર્ટીને ગૃહ મંત્રાલય, પીડબલ્યુડી, શહેરી વિકાસ, ઈન્ડસ્ટ્રી જેવા મંત્રાલય મળ્યા છે. જ્યારે કોંગ્રેસને મહેસૂલ, મહિલા અને બાળ કલ્યાણ, વગેરે મંત્રાલય મળ્યા છે. જ્યારે એનસીપીને ફાળે ગ્રામીણ વિકાસ, જળ સંસાધન, અને નાણા મંત્રાલય આવ્યાં છે. કોને કયો વિભાગ ફાળવવામાં આવ્યો તે જુઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ayodhya Case Review Petitions: સુપ્રીમ કોર્ટે તમામ પુન:વિચાર અરજીઓ ફગાવી


1 એકનાથ શિંદે (શિવસેના)- ગૃહ મંત્રાલય, શહેરી વિકાસ, પર્યાવરણ, વન, વોટર સપ્લાય, સાર્વજનિક ઉપક્રમ, પૂર્વ સૈનિક કલ્યાણ, ટુરિઝમ, અને સંસદીય કાર્ય
2, સુભાષ દેસાઈ ( શિવસેના)- ઈન્ડસ્ટ્રી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, સ્પોર્ટ્સ, યુવા અને રોજગાર, એગ્રીકલ્ચર, ટ્રાન્સપોર્ટ, રોજગાર ગેરંટી યોજના, મરાઠી ભાષા
3. છગન ભૂજબળ (એનસીપી)- ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય, જળ સંસાધન અને લાભ ક્ષેત્ર વિકાસ, વિશેષ સહાય, એક્સાઈઝ, સ્કિલ ડેવલપમેન્ટ, એફડીએ
4. જયંત પાટીલ (એનસીપી)- નાણા મંત્રાલય, હાઉસિંગ, પ્લાનિંગ, ફૂડ સપ્લાય, લેબર અને માઈનોરિટી ડેવલપમેન્ટ
5. બાળાસાહેબ થોરાટ (કોંગ્રેસ)- રેવન્યુ, ઉર્જા, મેડિકલ એજ્યુકેશન, વાણિજ્ય, શાળા શિક્ષણ, પશુપાલન અને મત્સ્ય પાલન, ડેરી ડેવલપમેન્ટ
6. નિતિન રાઉત (કોંગ્રેસ)- પીડબલ્યુડી (પબ્લિક સેક્ટર બાદ કરતા) આદિવાસી વિકાસ, અન્ય  પછાત વર્ગ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, રાહત અને પુન:વસવાટ, કપડાં ઉદ્યોગ, મદદ 


રાજ્યસભામાં શિવસેના પર શાહે સાધ્યું નિશાન, કહ્યું- 'તમે રાતો રાત તમારું સ્ટેન્ડ કેમ બદલી લીધુ'


નોંધનીય છે કે એવી અટકળો હતી કે ભાજપ (BJP) સાથે 3 દિવસની સરકરામાં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે ડેપ્યુટી સીએમ બનનારા અજિત પવાર (Ajit Pawar) ને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારમાં પણ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે તે અંગેની આજે પણ કોઈ જાહેરાત થઈ નથી. મહારાષ્ટ્રમાં 29મી નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ભારે ઉથલપાથલ બાદ મહારાષ્ટ્રમાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સરકાર બની હતી. વિશ્વાસમત દરમિયાન આ ત્રણેય પક્ષના ગઠબંધન મહાવિકાસ આઘાડીને 169 મત મળ્યાં હતાં. 


ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે લીધા હતાં મુખ્યમંત્રી પદના શપથ
શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. મુંબઈ (Mumbai) ના શિવાજી પાર્કમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (BhagatSingh Koshyari) એ તેમને શપથ લેવડાવ્યાં. ઠાકરેએ મરાઠી ભાષામાં શપથ લીધા. ભગવા કપડામાં તેઓ શપથ લેવા માટે પહોંચ્યા હતાં. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ માથા પર તિલક પણ લગાવ્યું હતું. જ્યારે તેઓ મંચ પર પહોચ્યા ત્યારે સૌથી પહેલા તેમણે જનતાનું અભિવાદન કર્યું હતું. શપથ બાદ તેઓ જનતા સમક્ષ નતમસ્તક થતા જોવા મળ્યાં હતાં. 


ભગવા કપડાં અને તિલક ધારણ કરીને ઉદ્ધવ ઠાકરેએ જેવું કહ્યું કે મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે.... ત્યાં તો શિવાજી પાર્કમાં શિવસેના (Shivsena) તરફથી જોરદાર સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતાં. આ દરમિયાન ભવ્ય આતિશબાજી પણ જોવા મળી. ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના વિધાયક દળના નેતા એકનાથ ખડસે અને સુભાષ દેસાઈએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. અત્રે જણાવવાનું કે આ બંને નેતાઓ અગાઉ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ની સરકારમાં પણ મંત્રી હતાં. ખડસે થાણેથી આવે છે અને દેસાઈ કોંકણ ક્ષેત્રનું પ્રતિનિધત્વ કરે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....