maharashtra

મહારાષ્ટ્ર: NPR લાગૂ કરવાને લઇને ઉદ્ધવ સરકારમાં ખેંચતાણ, કોંગ્રેસ અને NCPએ આપ્યું આ નિવેદન

મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ઠાકરે સરકારમાં એનપીઆર (NPR)ના મુદ્દે બે ભાગલા થઇ ગયા છે. શિવસેના (Shiv Sena) NPRને જનગણના ગણાવતાં સમર્થન કરતી જોવા મળી રહી છે, તો બીજી તરફ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારની બે મુખ્ય પાર્ટીઓ એનસીપી (NCP) અને કોંગ્રેસ (Congress) NPRને મહરાષ્ટ્રમાં લગૂ કરવાના હકમાં નથી.

Feb 19, 2020, 08:44 PM IST

મહારાષ્ટ્રમાં ઉકળતો ચરુ? શિવસેના-એનસીપી અને કોંગ્રેસ આ મુદ્દે આમને સામને

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, અને કોંગ્રેસના ગઠબંધનની મહાવિકાસ આઘાડી સરકારમાં બધુ ઠીકઠાક નથી. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને એનસીપી અને શિવસેનામાં ઘર્ષણ વધી ગયુ છે.

Feb 18, 2020, 01:57 PM IST

NPR મુદ્દે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, અન્ય રાજ્યો વાતો કરતા રહ્યા અને...

મહારાષ્ટ્રમાં એક મહિનાથી રાષ્ટ્રીય જનસંખ્યા યાદી એટલે કે એનપીઆર (NPR) અંગે કામ ચાલુ થઇ જશે. જેના હેઠળ વસ્તી ગણત્રી કરનારા અધિકારીઓ 1 મેથી 15 જુન સુધી ઘરે જઇને ડેટા કલેક્ટ કરેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 1 મેથી 15 જુન દરમિયાન એનપીઆર હેઠળ ડેટા કલેક્ટ કરવાનો સર્કુલર બહાર પાડ્યો છે. મુંબઇમાં કેન્દ્રીય વસ્તી ગણતરીનો દાવો છે કે આ અંગે મહારાષ્ટ્ર સરકાર પણ ટુંક જ સમયમાં સર્કુલર જાહેર કરશે. આ અંગે મુંબઇમાં ચીફ પોપ્યુલેશન ઓફીસરનાં ઓફીસમાં 6 ફેબ્રુઆરીએ એક બેઠક થઇ હતી. 

Feb 15, 2020, 09:54 PM IST

'શરજીલ તેરે સપનો કો મંજિલ તક પહુંચાએંગે' નારા લગાવનારી ઉર્વશી પર રાજદ્રોહનો કેસ

મહારાષ્ટ્ર (Maharashtra) ના પાટનગર મુંબઈના આઝાદ મેદાનમાં પહેલી ફેબ્રુઆરીએ શરજીલ ઈમામના સમર્થનમાં નારા લગાવનારા વિરુદ્ધ પોલીસે  દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. ઉર્વશી ચૂડાવાલા સહિત અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. એક્ટિવિસ્ટ ઉર્વશી અને 50 અન્ય લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 124એ (દેશદ્રોહ), 153બી, 505, 34 હેઠળ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ. 

Feb 4, 2020, 08:47 AM IST

મહારાષ્ટ્ર: જલગાવમાં ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 10ના મોત

મહારાષ્ટ્રના જલગાવના ચોપડા-યાવલ વચ્ચે ડમ્પર અને કાર જોરદાર ટક્કર થઇ છે જેમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 8 મહિલાઓ અને 2 પુરૂષો છે. મૃતકોમાં એક જ પરિવાર 6 સભ્ય છે. આ અકસ્માત સવારે 5-5:30 વાગ્યાની આસપાસ થયો.

Feb 3, 2020, 10:07 AM IST

CM ઉદ્ધવે ઠાકરેએ CAA પર આપ્યું એવું નિવેદન, કોંગ્રેસ-NCPને પાક્કું લાગશે મરચાં

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે CAA કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવતો નથી.

Feb 2, 2020, 12:41 PM IST

CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ બે દિગ્ગજ નેતાઓના કર્યા ભરપેટ વખાણ, સરકારમાં બધુ ઠીક?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના નેતા નીતિન ગડકરીના ભરપેટ વખાણ કર્યાં. તેમણે બંનેને રાજ્યના વિકાસ માટે કામ કરવાનો શ્રેય આપ્યો.

Jan 29, 2020, 08:01 AM IST

નાસિકઃ મુસાફરોથી ભરેલી બસ કુવામાં ખાબકી, 20 લોકોના મોત, 30ને બચાવાયા

માહિતી મળવા પર સ્થળ પર પહોંચેલી સ્થાનિક પોલીસે બચાવ અભિયાન શરૂ કર્યું, પરંતુ ત્યાં સુધી 9 લોકોના મોત થઈ ચુક્યા હતા.

Jan 28, 2020, 10:48 PM IST

CM પદ માટે શિવસેના કેવી રીતે થઈ કોંગ્રેસ આગળ 'નતમસ્તક'?, અશોક ચવ્હાણે કર્યો ખુલાસો

મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના જેવી પાર્ટી કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરવા કેવી રીતે તૈયાર થઈ ગઈ તેના ખુલાસા હવે ધીરે ધીરે થવાનું શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અશોક ચવ્હાણે (Ashok Chavan) કહ્યું છે કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસેથી લેખિતમાં આશ્વાસન લીધુ હતું કે તેઓ બંધારણની મર્યાદામાં રહીને સરકાર ચલાવશે. આમ નહીં કરે તો કોંગ્રેસ તેમની પાસેથી સમર્થન પાછું ખેંચી લેશે. 

Jan 28, 2020, 01:36 PM IST

મહારાષ્ટ્રના નહીં પરંતુ મુસ્લિમ હિતો સાધવા ઉદ્ધવ સરકારની સાથે છે કોંગ્રેસ?

મહારાષ્ટ્ર (Maharashtra) માં મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે (Ashok Chavan) નાંદેડમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે અનેક મુસ્લિમ ભાઈઓએ કહ્યું હતું કે અમારો સૌથી મોટો દુશ્મન ભાજપ (BJP) છે. ભાજપને જો રોકવો હોય તો કોંગ્રેસે આ સરકારમાં સામેલ થવું જોઈએ. આથી કોંગ્રેસ આજે આ સરકારમાં સામેલ છે. 

Jan 21, 2020, 11:56 AM IST

શિરડી સાંઈ દરબારમાં દર્શન કરવા જવાના છો તો પહેલા વાંચી લો આ ખબર, નહિ તો પસ્તાશો

શિરડીમાં સાઈબાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે, જેને લઈને આવતીકાલથી શિરડી (Shirdi) શહેર અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે તેવું શિરડીની ગ્રામ પંચાયતનું કહેવુ છે. દેશભરથી આવતા સાંઈ ભક્તોના શ્રદ્ધાળુઓને સાઈ બાબાના દર્શન તો કરવા મળશે, પણ શહેરમાં ખાવાપીવા તેમજ રહેવા માટે કોઈ સુવિધા નહિ મળે. મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) ના નિવેદન પછી શિરડીના લોકોમાં રોષ પ્રસર્યો છે. અગાઉ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાથરી ગામમાં સભા સંબોધતા જાહેરાત કરી હતી કે, જ્યાં સાઈ બાબાનો જન્મ થયો તે સ્થળ એટલે કે પાથરીમાં 100 કરોડ રૂપિયાના વિકાસના કામ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ વિવાદિત નિવેદન પછી પાથરી ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ, પરંતુ શિરડીના લોકો રોષે ભરાયા છે. જ્યાં સુધી સીએમ પોતાનું નિવેદન પાછુ નહીં લે ત્યાં સુધી શિરડી બંધ રહેશે તેવું એલાન કર્યું છે. 

Jan 18, 2020, 09:55 AM IST

સંજય રાઉતે ઈન્દિરા ગાંધી વિશે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, કોંગ્રેસ થશે કાળઝાળ!

શિવસેના (Shivsena) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)  બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને લઈને મોટો  ખુલાસો કર્યો છે.

Jan 15, 2020, 11:10 PM IST

આ પોસ્ટરે મુંબઈમાં છંછેડી દીધો વિવાદનો મધપુડો 

હોર્ડિંગમાં છોટા રાજનના ઉપનામ નાના અને મૂળ નામ રાજેન્દ્ર સદાશિવ નિકાલજેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

Jan 13, 2020, 11:06 AM IST

મુંબઈઃ 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર દેખાડનાર યુવતી પર કેસ, ઉમર ખાલિદ પર પણ એફઆઈઆર

જેએનયૂ હિંસાના વિરુદ્ધમાં મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર વિદ્યાર્થીઓ તરફથી ચાલી રહેલા આંદોલન વચ્ચે એક યુવતીના હાથમાં 'ફ્રી કાશ્મીર'ના પોસ્ટરથી સોશિયલ મીડિયા પર રાજકીય બબાલ થઈ હતી.
 

Jan 7, 2020, 09:37 PM IST

JNU હિંસા: મુંબઈમાં 'ફ્રી કાશ્મીર'ના પોસ્ટરથી રાજકીય ભૂકંપ, ફડણવીસે CM ઉદ્ધવ ઠાકરેને લીધા આડે હાથ

જેએનયુ (JNU) માં થયેલી હિંસાના વિરોધમાં ફ્રી કાશ્મિર (Free Kashmir) ના પોસ્ટર પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વર્તમાન સરકારને સવાલોના ઘેરામાં મૂકીને પૂછ્યું કે શું તેમને ફ્રી કાશ્મીર ભારત વિરોધી અભિયાન સહન થાય છે?

Jan 7, 2020, 08:36 AM IST

મહારાષ્ટ્રમાં વિભાગોની ફાળવણી, જાણો CM ઉદ્ધવ ઠાકરેએ પુત્ર આદિત્યને કઈ જવાબદારી સોંપી

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારના પહેલા મંત્રીમંડળ વિસ્તરણ બાદ આખરે વિભાગોની ફાળવણી થઈ ગઈ. શનિવારે મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓના વિભાગોની ફાળવણીને આખરી ઓપ અપાયો અને રવિવારે ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ વિભાગોની ફાળવણીને લઈને મુખ્યમંત્રી તરફથી  કરાયેલી ભલામણોનો સ્વીકાર કરી લીધો. 

Jan 5, 2020, 11:55 AM IST

ઉદ્ધવ સરકારને વળી પાછો આંચકો, હવે કોંગ્રેસના MLAની રાજીનામાની ધમકી

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોના ધારાસભ્યોમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે.

Jan 5, 2020, 09:11 AM IST

ઉદ્ધવ સરકારને મોટો આંચકો, શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અબ્દુલ સત્તારે આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં પડેલી પહેલી ફૂટ સામે આવી છે. એવા અહેવાલો છે કે શિવસેનાના કોટામાંથી રાજ્યમંત્રી  બનેલા અબ્દુલ સત્તારે આજે રાજીનામું આપી દીધુ છે.

Jan 4, 2020, 11:38 AM IST

ગણતંત્ર દિવસની પરેડ માટે 22 ઝાંખીઓની પસંદગી, મહારાષ્ટ્ર, બંગાળ બહાર, ગુજરાતને મળી તક

પૂર્વોત્તર રાજ્યોથી માત્ર આસામ અને મેઘાલયને યાદીમાં જગ્યા મળી છે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી માત્ર કેરલને બહાર રાખવામાં આવ્યું છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણાની ઝાંખીઓને રિપબ્લિક ડે પરેડમાં સામેલ કરવામાં આવશે. 

Jan 3, 2020, 04:42 PM IST

મહારાષ્ટ્ર: આજે થઇ શકે છે મંત્રાલયોની ફાળવણી, જાણો અજિત પવારને મળશે કઇ જવાબદારી?

મહારાષ્ટ્ર (Maharashtra)માં આજે મંત્રિમંડળ વિસ્તાર બાદ આજે મંત્રાલયોની ફાળવણી થઇ શકે છે. જાણકારી આનુસાર મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી એનસીપીના અનિલ દેશમુખ (Anil Deshmukh) બની શકે છે. તો બીજી તરફ આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે યાદી પર મોહર લગાવી શકે છે. 

Jan 3, 2020, 11:02 AM IST