Maharashtra Rain Latest Update: પૂર, ભૂસ્ખલનથી 82 લોકોના મોત, 59 લોકો લાપતા, રાયગઢ સૌથી પ્રભાવિત જિલ્લો
નાયબ પોલીસ મહાનિરીક્ષક (કોંકણ) સંજય મોહિતેએ જણાવ્યુ કે રાયગઢ જિલ્લાના તલીયે ગામમાં ગુરૂવારે થયેલા ભૂસ્ખલન સ્થળથી ઓછામાં ઓછા 41 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો લાપતા છે.
નવી દિલ્હીઃ Maharashtra Rain Latest Update: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા શનિવારે વધીને 82 થઈ ગઈ છે, જ્યારે 59 લોકો લાપતા છે. મૃતકોમાં સૌથી વધુ રાયગઢ જિલ્લાના 47 લોકો સામેલ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. એક તરફ જ્યાં પૂરથી પ્રભાવિત ચિપલુન, ખેડ અને મહાડ જેવા શહેરોના લોકો આ આપદામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે તંત્ર સમક્ષ લાઇટ શરૂ કરવાની સાથે પ્રભાવિત વિસ્તારમાં ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવાનો પડકાર છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક (કોંકણ) સંજય મોહિતેએ જણાવ્યુ કે રાયગઢ જિલ્લાના તલીયે ગામમાં ગુરૂવારે થયેલા ભૂસ્ખલન સ્થળથી ઓછામાં ઓછા 41 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો લાપતા છે. હવામાન વિભાગે શનિવારે કહ્યું કે, આગામી 24 કલાકમાં પશ્ચિમી કિનારા પર વરસાદની તીવ્રતા ઓછી થવાની શક્યતા છે, જેથી વર્ષા પ્રભાવિત મહારાષ્ટ્ર અને ગોવાને રાહત મળી શકે છે. તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે (એનડીઆરએફ) મહારાષ્ટ્રના સમુદ્રી વિસ્તારમાં બચાવ અભિયાન ઝડપી બનાવવા પોતાની ટીમની સંખ્યા 26થી વધારી 34 કરી દીધી છે. આ વિસ્તાર ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત છે.
આ પણ વાંચોઃ Delhi Unlock: 26 જુલાઈથી મેટ્રો અને બસ 100% ક્ષમતા સાથે ચાલશે, સિનેમાહોલ-મલ્ટીપ્લેક્સને મળી છૂટ
સતારા જિલ્લાધિકારી શેખર સિંહે કહ્યુ કે પાટન જિલ્લાના અંબેધર અને ઢોકાવાલે ગામમાં ભૂસ્ખલનથી 13 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે રત્નાગિરી જિલ્લામાં 11, કોલ્હાપુરમાં પાંચ, મુંબઈમાં ચાર, સિંધુદુર્ગમાં બે અને પુણેમાં એક વ્યક્તિના મોત થયા છે. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા 59 લોકો લાપતા થયા છે. જેમાં રાયગઢમાં લાપતા 53 લોકો સામેલ છે, જ્યારે 90,604 લોકોને સુરક્ષિત સ્થાનો પણ પહોંચાડવામાં આવ્યા છે.
તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે શનિવારે વાત કરી અને રાજ્યમાં વરસાદ અને પૂરને કારણે જાન-માલને થયેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ભવન કહ્યુ કે, રાજ્યપાલે લોકોની પરેશાની ઓછી કરવા માટે કરવામાં આવી રહેલા રાહત તથા બચાવ કાર્યોની રાષ્ટ્રપતિને માહિતી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube