Raj Thackeray Press Conference: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અઝાનનો વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે. રાજ ઠાકરે હજુ પણ પોતાના નિર્ણય પર મક્કમ છે જ્યારે બીજી બાજુ સરકાર પણ આ મુદ્દે પોતાના નિર્ણય પર અડગ છે. આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અનેક કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા. રાજ ઠાકરેએ ફરીથી એકવાર કહી દીધુ કે જ્યાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં ઉતરે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ થશે. તેમણે કહ્યું કે આ એક સામાજિક વિષય છે , તે ધાર્મિક નથી. જો તેને ધાર્મિક રંગ આપશો તો અમે પણ તે જ અંદાજમાં જવાબ આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યકરોની ધરપકડ પર ભડક્યા રાજ ઠાકરે
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને લાઉડસ્પીકર વિવાદ પર પોતાનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે આ મુદ્દે અમે શાંતિથી વાત કરવા માંગીએ છીએ. પરંતુ સરકાર સમજતી નથી. સરકાર અમારા લોકોની ધરપકડ કરે છે. ધરપકડ કરવાથી શું મળશે. તેમણે કહ્યું કે હું એ નથી કહેતો કે અઝાન ન કરો. મસ્જિદમાં પ્રાર્થના ન કરો. મારો વિરોધ બસ એ છે કે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરો. તહેવારો પર મંજૂરી સાથે લાઉડસ્પીકરનો ઉપયોગ કરો. તેમણે કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે 1400-1599 મસ્જિદોમાંથી 135 મસ્જિદો પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમ તોડીને લાઉડસ્પીકરથી અઝાન થઈ. મહારાષ્ટ્ર પોલીસ એ જણાવે કે તમે આ 135 મસ્જિદો પર શું કાર્યવાહી કરશો. તમે અમારા કાર્યકરોને પકડી રહ્યા છો. 


Loudspeaker Controversy: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યો, રાજ ઠાકરેએ શેર કર્યો બાળ ઠાકરેનો જૂનો Video


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube