Loudspeaker Controversy: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યો, રાજ ઠાકરેએ શેર કર્યો બાળ ઠાકરેનો જૂનો Video
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરીને શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં લાઉડસ્પીકર વિવાદ ઉથલપાથલ મચાવી રહ્યો છે. લાઉડસ્પીકર દ્વારા અઝાનનો વિવાદ વધી રહ્યો છે. અલ્ટીમેટમનો સમય પૂરો થયા બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં અનેક જગ્યાએ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કર્યાનો મામલો સામે આવ્યો છે. નેરુલમાં મનસેના કાર્યકરોએ મસ્જિદ બહાર હનુમાન ચાલીસા વાંચ્યા. આ બધા વચ્ચે રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કર્યો છે.
બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરી સાધ્યું નિશાન
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરીને શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં બાળ ઠાકરે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો અમે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવીશું.
— Raj Thackeray (@RajThackeray) May 4, 2022
પોલીસની નોટિસ બેઅસર
અત્રે જણાવવાનું કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને મસ્જિદોમાં થતી અઝાનના વિરોધમાં મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસાનું પઠન કરવાના મામલા સામે આવ્યા છે. રાજ ઠાકરેએ ઓપન લેટર બહાર પાડીને લોકોને આગ્રહ કરતા કહ્યું હતું કે બુધવારે જ્યાં પણ લાઉડસ્પીકર પર અઝાન સંભળાય કે ત્યાં લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસા વગાડે. એટલું જ નહીં પત્રમાં તેમણે એમ પણ કહ્યું હતું કે અઝાનનો અવાજ સંભળાય તો 100 નંબર ડાયલ કરીને પોલીસમાં ફરિયાદ કરવી. જો કે ત્યારબાદ સુરક્ષા કારણોસર પોલીસે વિવાદ વધતો અટકાવવા માટે મંગળવારે સાંજે રાજ ઠાકરેને સીઆરપીસીની કલમ 149 હેઠળ નોટિસ ફટકારી હતી.
જો કે આ નોટિસની એમએનએસ કાર્યકરો પર કોઈ અસર થઈ નહીં અને અનેક વિસ્તારોમાં લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસા વગાડવાના મામલા સામે આવ્યા છે. ત્યારબાદ મુંબઈ પોલીસે કાર્યવાહી કરતા અનેક કાર્યકરોને અટકાયતમાં પણ લીધા.
#Maharashtra | Navi Mumbai's Sanpada Police detained the city head of Maharashtra Navnirman Sena (MNS) Yogesh Shete, amid the loudspeaker row#ZEE24Kalak pic.twitter.com/zymLccCt6M
— Zee 24 Kalak (@Zee24Kalak) May 4, 2022
એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ તાજેતરમાં લાઉડસ્પીકર મુદ્દે મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે 3જી મે સુધીમાં મસ્જિદો પર લાગેલા લાઉડસ્પીકર હટી જવા જોઈએ. જો નહીં હટે તો તેઓ તેમની રીતે પહોંચી વળશે અને જેવા સાથે તેવાનો જવાબ આપતા મસ્જિદ બહાર હનુમાન ચાલીસના પાઠ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે