મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની (Maharashtra Corona update) સુનામીથી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઉદ્ધવ સરકાર દ્વારા એક મે સુધી લાગૂ કરવામાં આવેલ 'બ્રેક ધ ચેન' છતાં દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે મૃતકોની આંકડો 800ને પાર પહોંચી ગયો છે. પરંતુ આ વચ્ચે મુંબઈમાં કોવિડના નવા કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આ ઘટાડો એટલો મોટો પણ નથી કે તેને રાહત માનવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 61450 લોકો સાજા થયા છે. તો મૃત્યુ પામનારની સંખ્યા 832 રહી છે. દરરોજ રાજ્યમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે સરકારની ચિંતા પણ વધી રહી છે. નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસ  6,98,354 થઈ ગયા છે. અત્યાર સુધી  35,30,060 લોકો સાજા થઈ ચુક્યા છે. તો મૃત્યુઆંક વધીને 64,760 પહોંચી ચુકી છે. 


Corona દર્દીઓની સંભાળ રાખવા અંગે દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આપ્યા સૂચનો, તમે પણ જાણો 


મહત્વનું છે કે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. કોરોના મહામારી રોકવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છે. પરંતુ તેને બ્રેક ધ ચેન નામ આપવામાં આવ્યું છે. તે ગુરૂવારે રાત્રે આઠ કલાકથી શરૂ થઈ એક મે સવારે સાત કલાક સુધી ચાલશે. તો એનસીપી નેતા અને અલ્પસંખ્યક કાર્ય મંત્રી નવાબ મલિકે રવિવારે જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર 45 વર્ષથી ઓછી ઉંમરના વયસ્ક નાગરિકોને નિશુલ્ક કોવિડ રસી લગાવવા માટે વૈશ્વિક ટેન્ડર કાઢશે. તેમણે કહ્યું કે, 1 મેથી રસીકરણ અભિયાન શરૂ થશે અને તેનો ખર્ચ રાજ્ય સરકારના કોષમાંથી કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube