Corona દર્દીઓની સંભાળ રાખવા અંગે દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આપ્યા સૂચનો, તમે પણ જાણો

એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, કોરોના વાયરસની હાલની સ્થિતિમાં જનતામાં પેનિક છે. લોકોએ ઘરમાં ઇન્જેક્શન, સિલિન્ડર રાખવાના શરૂ કરી દીધા, જેથી કમી થઈ રહી છે. કોરોના હવે એક સામાન્ય સંક્રમણ થઈ ગયો છે.

Updated By: Apr 25, 2021, 06:00 PM IST
Corona દર્દીઓની સંભાળ રાખવા અંગે દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આપ્યા સૂચનો, તમે પણ જાણો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે સંક્રમણના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની ઘણી હોસ્પિટલ ઓક્સિજન અને રેમડેસિવિર જેવી દવાઓની અછતનો સામનો કરી રહી છે. હોસ્પિટલો પર દર્દીઓની અફરાતરફી જોતા દેશના સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ રવિવારે લોકોને સંક્રમિત દર્દીઓની સારવાર માટે જરૂરી સૂચનો આપ્યા. તમે પણ જાણો કોણે શું કહ્યું. 

એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, કોરોના વાયરસની હાલની સ્થિતિમાં જનતામાં પેનિક છે. લોકોએ ઘરમાં ઇન્જેક્શન, સિલિન્ડર રાખવાના શરૂ કરી દીધા, જેથી કમી થઈ રહી છે. કોરોના હવે એક સામાન્ય સંક્રમણ થઈ ગયો છે. 85-90 ટકા લોકોમાં સામાન્ય, તાવ, ઉધરસ થાય છે. તેમાં ઓક્સિજન, રેમડેસિવિરની જરૂર નથી. 

ડો. ગુલેરિયાએ આગળ કહ્યુ કે, જે દર્દી ઘર પર છે અને જેનું ઓક્સિજન સેચુરેશન 94થી વધુ છે તેને રેમડેસિવિરની જરૂર નથી. જો આવી સ્થિતિમાં તમે રેમડેસિવિર દવા લો છો તો તમને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં રેમડેસિવિર લેવાથી ફાયદો ઓછો અનુ નુકસાન વધુ થશે. 

મેદાંતા હોસ્પિટલના ડો. નરેશ ત્રેહાને કહ્યુ કે, જ્યારે તમારો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવે છે. મારી સલાહ હશે કે તમે તમારા સ્થાનીક ડોક્ટર સાથે કન્સલ્ટ કરો જેની સાથે તમે સંપર્કમાં છો. બધા ડોક્ટર વિવિધ પ્રોટોકોલ અને તેની સારવાર વિશે જાણે છે. આ અનુસાર તમારી સારવાર શરૂ કરો. સમય પર દવા આપવામાં આવે તો 90 ટકા દર્દી ઘરે રહી સાજા થઈ જાય છે. 

ડો. નરેશ ત્રેહને કહ્યુ કે, આપણા સ્ટીલ પ્લાન્ટની ઓક્સિજનની ખુબ ક્ષમતા છે પરંતુ તેને ટ્રાન્સપોર્ટ  માટે ક્રાયો ટેન્કની જરૂર હોય છે, જેની સંખ્યા એટલી નથી. પરંતુ કેન્દ્ર સરકારે તેની આયાત કરી છે. આશા છે કે આવનારા પાંચથી સાત દિવસમાં સ્થિતિ કાબુમાં આવી જશે. 

આ પણ વાંચોઃ Corona: સ્મોકિંગ કરનારા, વેજીટેરિયન લોકોમાં સંક્રમણનો ખતરો ઓછો

સ્વાસ્થ્ય સેવાઓના ડાયરેક્ટર ડો. સુનીલ કુમારે કહ્યુ કે, વર્ષ 2020માં નવા વાયરસનો હુમલો થયો જેના માટે આપણે તૈયાર નહતા. કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારત સરકારે પોતાનું કર્તવ્ય જવાબદારીથી નિભાવ્યુ અને કોવિડ તપાસ ક્ષમતાને વધારી. આપણે આપણી સરકાર પર વિશ્વાસ હોવો જોઈએ જે ડોક્ટરો, માઇક્રોબાયોલોજિસ્ટ, મહામારી વૈજ્ઞાનિકોના સૂચનની સાથે મજબૂત અને વૈજ્ઞાનિક પગલા ભરે છે. 

ડો. સુનીલ કુમારે કહ્યુ કે, મહત્વપૂર્ણ વાત એ છે કે માત્ર કેટલીક સમાચાર ચેનલ જુઓ. એક વોટ્સએપ યુનિવર્સિટી ચાલી રહી છે. તેના પર ધ્યાન ન આપો. દેશના જવાબદાર નાગરિકના વ્યવહારનું પાલન કરો. આ વ્યવહારનું તમારે, ડોક્ટરો, સમાજના અન્ય વર્ગોની સાથે-સાથે મીડિયાએ પણ પાલન કરવું પડશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube