મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. આજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 51,751 નવા કેસ સામે આવ્યા છે અને 258 દર્દીઓના મૃત્યુ થયા છે. આ પહેલા રવિવારે રેકોર્ડ 63,294 નવા કેસ સામે આવ્યા હતા અને 349 દર્દીઓના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 34,58,996 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 58,245 દર્દીઓના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના વધતા કેસને જોતા મહારાષ્ટ્રમાં 10મા અને 12ની પરીક્ષા આજે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે કહ્યુ કે, ધોરણ 12ની પરીક્ષા મેના અંત સુધી અને ધોરણ 10ની પરીક્ષાનું આયોજન જૂનમાં થશે. તેમણે કહ્યું કે, અમે CBSE, ICSE અને IB ને વિનંતી કરીશું કે તે પરીક્ષાની તારીખો પર ફરી વિચાર કરે. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં 48 કલાકમાં લૉકડાઉન? સ્વાસ્થ્ય મંત્રી બોલ્યા- યુદ્ધસ્તર પર ચાલી રહી છે તૈયારી


કેન્દ્રનો રિપોર્ટ
કોરોના સંક્રમણનો સામનો કરવામાં સમન્વય માટે મહારાષ્ટ્ર ગયેલા કેન્દ્રીય દળે કહ્યુ કે સતારા, સાંગલી અને ઔરંગાબાદ જિલ્લામાં નિરાયણના ઉપાય માપદંડથી ઓછા છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, નિયંત્રણ માટે સંતોષજનક પગલા ભરવામાં આવી રહ્યાં નથી અને મોનીટરીંગ ઉપાયોમાં કમી પણ જોવા મળી. 


રિપોર્ટમાં કહેવામાં આવ્યું, ઓછા કાર્યબળને કારણે બુલઢાના, સતારા, ઔરંગાબાદ અને નાંદેડમાં મોનીટરીંગ અને સંપર્કમાં આવેલા લોકોની જાણકારી મેળવવાનું કામ પણ માપદંડ કરતા ઓછુ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube